પહેલી કાશ્મીરી મુસ્લિમ છોકરી જેણે MBBS કર્યું પછી IPS અને હવે IAS ની પરીક્ષા પાસ કરી, રસપ્રદ સ્ટોરી
આજે આપણા દેશની મહિલાઓ પુરુષો સાથે કદમ મિલાવીને ચાલે છે, દેશમાં ઘણી એવી મહિલાઓ થઇ ગઈ છે જે આજની યુવા પેઢી અને લાખો લોકો માટે આદર્શ બની છે. આજે પણ આપણે એવી જ એક જાંબાજ મહિલા આઈપીએસ વિશે વાત કરવાના છીએ જે કશ્મીરની પહેલી મહિલા આઇપીએસ બની.

આ મહિલાનું નામ છે રુવૈદા સલામ જે એક મુસ્લિમ મહિલા છે પરંતુ તેને ભારતીય સિવિલ સેવા પરીક્ષા પાસ કરીને એક પ્રશાસનિક અધિકારીના રૂપમાં કાશ્મીરમાં ઘાટીની જવાબદારી પોતાના ખભા ઉપર લીધી.

રુવૈદાની સફળતા ખૂબ જ આશ્ચર્યજનક અને પ્રેરણાદાયક છે, તે પહેલી એવી કશ્મીર મુસ્લિમ યુવતી છે જેણે એમબીબીએસ પછી આઈપીએસ અને હવે આઈએએસ પરીક્ષા પાસ કરીને એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રુવૈદાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને કુલ 998 સફળ ઉમેદવારોમાં 820માં ક્રમે રહીને ભારતની પ્રથમ મુસ્લિમ છોકરી તરીકે સિવિલ સર્વિસીઝ પરીક્ષા પાસ કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ અગાઉ, રુવૈદાએ મેડિકલનો અભ્યાસ કરતી વખતે શ્રીનગરથી એમબીબીએસની ડિગ્રી મેળવી હતી, ત્યારબાદ તેણે શ્રીનગરથી જ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા માટે અરજી કરી હતી અને પરીક્ષામાં 24મો ક્રમ મેળવ્યો હતો.

રુવૈદા જમ્મુના કુપવાડાની છે અને તાજેતરમાં તેણે યુપીએસસીની પરીક્ષામાં સફળતાની કહાની લખીને આઈએએસ બનવાનું પોતાનું સ્વપ્ન પણ પૂરું કર્યું છે. પરંતુ તેને આ સફળતા રાતોરાત મળી નથી, આ સફળતા પાછળ સખત મહેનત અને સમર્પણની કથા છુપાયેલી છે.

કુપવાડા જેવા સંવેદનશીલ વિસ્તારની અંદર ફરજ બજાવતી રુવૈદાને રોજ નવી મુસીબતોનો સામનો પણ કરવો પડે છે. રુવૈદા જણાવે છે કે: “જયારે છોકરીઓ મને મારી વર્દીમાં જુએ છે તો તે મારી તરફ પ્રસંશા ભરી નજરોથી જુએ છે. મને ખુશી થશે જો હું એમના માટે પ્રેરણા બનીશ.”

27 વર્ષની રુવૈદા આ મુકામ હાંસિલ કરવા માટે ઘણો જ સંઘર્ષ કરવો પડ્યો છે, જયારે તે આ બધામાં જવાની તૈયારી કરી રહી હતી ત્યારે તેના પરિવારજનો અને સગા સંબંધીઓ તેના લગ્ન કરાવવા માંગતા હતા. પરંતુ તેને કોઈની વાત આ સાંભળીને આગળ વધવાનું જ નક્કી કર્યું. અને આજે તે ઘણાં જ લોકો માટે આદર્શ બની ગઈ છે.