ખબર

BREAKING: કોરોનાને લઈને આવ્યા ભારતમાં સૌથી મોટા સમાચાર

કોરોના વાયરસના ભયાનક સ્વરૂપ વચ્ચે એક રાહતના સમાચાર મળ્યા છે. ભારતમાં હવે વધુ એક વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. સોમવારે વેક્સિન મામલે સબજેક્ટ એક્સપર્ટ કમિટીએ રશિયાની સ્પુતનિક વિને મંજૂરી આપી છે. ભારતમાં હવે આ વેક્સિનનો ઉપયોગ કરવામાં આવશે.

પ્રતિકાત્મક તસવીર

સ્પુતનિક વેક્સિન ભારતમાં ડો રેડ્ડી સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. રૂસી ડાયરેક્ટ ઇનવેસ્ટમેન્ટ ફંડે વેક્સિન ઉત્પાદન માટે હૈદરાબાદ સ્થિત ડો. રેડ્ડી, હેટેરો બાયોફાર્મા, ગ્લેંડ ફાર્મા, સ્ટેલિસ બાયોફાર્મા અને વિર્ચો બાયોટેક જેવી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે એક કરાર કર્યો છે.

પ્રતિકાત્મક તસવીર

આ ઉપરાંત johnson & johnson વેક્સિન, novavax વેક્સિન, zydus cadila વેક્સિન અને ભારત બાયોટેકની intranasal વેક્સિન પણ કતારમાં છે.

દેશમાં હાલ સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર ઓગસ્ટ સુધી ભારતમાં અત્યારે 6 વેક્સિનને મંજૂરી મળી શકે છે, જેથી વધુને વધુ માત્રામાં ડોઝ તૈયાર કરવામાં આવી શકે.

ભારતમાં હાલમાં કોરોના વાયરસના રક્ષણ સામે બે વેક્સિન ઉપલબ્ધ છે જેમાં કોવેક્સિનનો એફિકેસી રેટ 81 ટકા છે અને કોવીશીલ્ડ કેટલીક શરતો સાથે 80% સુધી છે. ત્યારે રશિયાની વેક્સિનનો એફિકેસી રેટ 91.6 ટકા છે. જે વધારે અસરકારક બની શકે છે.

પ્રતિકાત્મક તસવીર

હાલમાં ભારતની અંદર ઉપલબ્ધ રહેલી બંને વેક્સિનનું ઉત્પાદન એક મહિને 4 કરોડ ડોઝ થઈ રહ્યું છે, જે પૈકી ફક્ત 25 લાખ ડોઝ આપી શકાય છે. જ્યારે અત્યારે 35 લાખ ડોઝ આપવામાં આવી રહ્યા છે. તેનાથી ઓછામાં ઓછા 7 કરોડ ડોઝ પ્રત્યેક મહિને જરૂર પડશે. ડિમાન્ડ પૂરી કરવા માટે સ્પુતનિક-Vને મંજૂરી આપવી જરૂરી માનવામાં આવે છે.