નશીલી આંખો વાળી આ રશિયન જાસૂસને થઇ ગયો હતો વ્લાદિમીર સાથે પ્રેમ, હવે યુક્રેન સામેના યુદ્ધમાં પુતિન ઉપર જ કરી રહી છે વાર, જુઓ તસવીરો

રૂપ રૂપના અંબાર જેવી દેખાતી આ હસીના હતી ખુંખાર રશિયન જાસૂસ, વ્લાદિમીર સાથે થયો પ્રેમ અને પછી… જુઓ તસવીરો

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની ખબરો વિરામ લેવાનું નામ નથી લઇ રહી. આ દરમિયાન ઘણી એવી કહાની પણ સામે આવી છે જેને જાણીને આપણે પણ હચમચી જઈએ. હાલ રશિયાની એક ભૂતપૂર્વ મહિલા જાસૂસે યુક્રેન સાથેના યુદ્ધની વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ટીકા કરી છે. ભૂતપૂર્વ જાસૂસ આલિયા રોઝાનું કહેવું છે કે પુતિન યુક્રેન કેસમાં પીછેહઠ નહીં કરે, તેઓ ‘અંત સુધી જશે’. (અહીં દર્શાવેલ કવર તસ્વીર વીડિયો પરથી લીધેલ છે જે ઓગસ્ટ 2021માં પોસ્ટ થયો હતો)

આલિયા કહે છે કે પુતિનને કદાચ આશા નહોતી કે યુક્રેનિયનો આ રીતે લડશે અને સમગ્ર વિશ્વમાંથી સમર્થન મેળવશે. આલિયાએ પોતાના દેશની હરકતો સામે બોલતા અનેક ખુલાસા કર્યા છે.  ‘ધ સન’ના અહેવાલ મુજબ, 37 વર્ષની આલિયા ખૂબ જ નાની ઉંમરમાં જાસૂસ તરીકે રશિયન સેનામાં જોડાઈ હતી.

આલિયાના પિતા યુએસએસઆર આર્મીમાં વરિષ્ઠ અધિકારી હતા. આલિયા રોજાને આપેલા ટાર્ગેટ (વ્યક્તિ) પાસેથી માહિતી કાઢવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આલિયાના કહેવા પ્રમાણે, “ત્યાં તેઓએ અમને શીખવ્યું કે પુરુષોને કેવી રીતે લલચાવવા, તેમને માનસિક રીતે કેવી રીતે પ્રભાવિત કરવા, તેમની સાથે કેવી રીતે વાત કરવી જેથી માહિતીને ટાર્ગેટમાંથી બહાર કાઢીને પોલીસને સોંપી શકાય.” એક રીતે હની ટ્રેપમાં ફસાવીને ગુપ્ત માહિતી એકઠી કરવાનું કામ હતું.

રિપોર્ટ અનુસાર બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ એક દિવસ આલિયા રોઝાને તે વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો, જેને તેને જાસૂસીનું કામ મળ્યું હતું. આ ઘટનાએ તેનો પર્દાફાશ કર્યો. વર્ષ 2004ની ઘટનાને યાદ કરતાં આલિયાએ ગયા વર્ષે કહ્યું હતું કે તે વ્યક્તિનું નામ વ્લાદિમીર હતું. બાદમાં તેણે ડ્રગ ડીલરોની ટોળકીથી આલિયાનો જીવ બચાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Roza Spy (@aliiaroza)

આલિયા કહે છે કે જાસૂસી કરતી વખતે ડ્રગ ડીલર્સની ગેંગે મને પકડી લીધી અને બળજબરીથી કારમાં બેસાડી જંગલમાં લઈ ગયા. ત્યાં લગભગ 10 લોકોએ મને માર મારવાનું શરૂ કર્યું. પરંતુ વ્લાદિમીરે મને બચાવી. જોકે બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી. આલિયા રોઝાએ વ્લાદિમીરના મોત પછી 2006માં એક શ્રીમંત રશિયન વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Roza Spy (@aliiaroza)

જો કે આ દરમિયાન તેના પતિને પણ કેદ કરવામાં આવ્યો હતો અને બાદમાં તેનું પણ જેલમાં મોત થયું હતું. આ પછી, આલિયા તેના પતિના પૈસા સાથે તેના એકમાત્ર બાળક સાથે દેશ છોડીને ચાલી ગઈ અને ક્યારેય પાછી ફરી નહીં. 37 વર્ષીય રોઝા હવે લંડન, કેલિફોર્નિયા અને મિલાનમાં ફેશન પીઆર તરીકે કામ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Roza Spy (@aliiaroza)

તેમણે યુક્રેન મામલાને લઈને ‘ડેઈલી સ્ટાર’ને કહ્યું કે પુતિન આ યુદ્ધને હારી નહિ શકે અને પરત પણ નહિ ફરી શકે. કારણ કે હવે તમેની પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે. તે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કંઈપણ કરશે. એક મિલિયનથી વધારે ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવનારી આલિયા સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ પોપ્યુલર છે.

Niraj Patel