બાળક માટે તો માતા કોઇ પણ કુરબાની આપી દે છે. કોઇ પણ માતા તેના બાળક માટે કંઇ પણ કરવા તૈયાર રહેતી હોય છે. માતા કુમાતા ન થાય તેવુ પણ કહેવામાં આવે છે, પરંતુ રૂસની એક મહિલાએ તો આ વાક્યને પણ ખોટુ ઠેરવી દીધુ છે. રૂસની મહિલાએ તેના બાળક સાથે એવું કર્યુ કે, તમે જાણીને હેરાન રહી જશો.
મિરરના રીપોર્ટ અનુસાર, મિત્રો સાથે દારૂ પાર્ટી કરવા માટે આ મહિલાએ તેના 11 મહિનાના દીકરા અને ત્રણ વર્ષની દીકરીને ઘરમાં કેદ કરી દીધા. ચાર દિવસ સુધી તેઓ ભૂખથી તડપતા રહ્યા અને દીકરાનો પારણામાં જ જીવ જતો રહ્યો. જયારે દીકરી હોસ્પિટલ પહોંચી ગઇ. આ મામલામાં કોર્ટે મહિલાને દોષી ઠેરવી છે.
રૂસના જ્લાટાઉસ્ટની રહેવાસી 25 વર્ષિય મહિલા ઓલ્ગા બાજરોવા તેના પતિથી અલગ રહી રહી છે. તેણે મિત્રો સાથે દારૂ પાર્ટી કરવા માટે માસૂમ બાળકોને મોતના મોંમા ધકેલી દીધા. તે 11 મહીનના દીકરા સેવલી અને 3 વર્ષની દીકરીને ઘરમાં કેદ કરી પાર્ટી કરવા માટે ચાલી ગઇ.
ચાર દિવસ સુધી બાળકો ઘરમાં કેદ રહ્યા. આ દરમિયાન ઓલ્ગાએ બાળકો વિશેની કોઇ પણ જાણકારી લીધી નહિ, કે તેમનો શુ હાલ છે. જયારે તે પાર્ટી કર્યા બાદ ઘરે આવી તો તેનો 11 મહિનાના દીકરાની ભૂખ અને તરસથી તડપી મોત થઇ ગઇ હતી. ત્યાં તેની ત્રણ વર્ષની દીકરી જીવન અને મોત વચ્ચે જંગ લડી રહી હતી.
ઘર જવા દરમિયાન ઓલ્ગાએ બાળકોની દાદીને સંપર્ક કર્યો તો તે ઘરે પહોંચ્યા અને પોલિસને સૂચના આપી. પોલિસે તેની ધરપરડ કરી અને દીકરીને હોસ્પિટલ પહોંચાડી.