ખબર

કોરોના સંકટ સામે ઝઝૂમી રહેલા ભારતને મળ્યું એક બીજું હથિયાર, આ દેશે મોકલી ભારત માટે સંજીવની

કોરોના સંકટ સામે આજે આખો દેશ ઝઝૂમી રહ્યો છે. ત્યારે આ સમયે ભારતની મદદમાં ઘણા દેશો પણ આગળ આવ્યા છે. ઘણા દેશો દ્વારા ઓક્સિજન, ઓક્સિજનના સાધનો અને જરૂરી દવાઓ ભારતને મોકલવામાં આવી છે.

ત્યારે હાલ મળતી ખબર પ્રમાણે ભારતને કોરોના સામેની જંગ લડવા માટે એક બીજું હથિયાર પણ મળ્યું છે. ભારતને રશિયા તરફથી વેક્સિન સ્પુટનીક- વીનો પહેલો જથ્થો મોકલી આપવામાં આવ્યો છે.

રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ)ના એક અધિકારીના હવાલાથી જણાવવામાં આવ્યું હતું કે, ભારતને 1 મેના રોજ રશિયન કોરોના વેક્સિન ‘સ્પૂતનિક-V’નો પ્રથમ જથ્થો મળી જશે અને આજે રશિયાએ ભારતને વેક્સિનનો પહેલો જથ્થો મોકલી આપ્યો છે.

રશિયાથી પ્લેનની અંદર સ્પુટનીક-વીનો પહેલો જથ્થો આજે હૈદરાબાદ ખાતે આવી પહોંચ્યો હતો. ત્યારે ભારતના સૌથી જૂના મિત્ર દેશ રશિયાએ તેની મિત્રતાનો આજે એક વધુ એક પુરાવો આપ્યો છે.