રશિયાએ યુક્રેનના શોપિંગ મોલ ઉપર છોડી મિસાઈલ, ભયાનક હુમલામાં 16 લોકોના મોત અને 59થી વધુ ઘાયલ, જુઓ હચમચાવી દેનારો વીડિયો

આખો મોલ ભડભડ સળગી ઉઠ્યો, લાશોનો ઢગલો થઇ ગયો,  નજારો જોઈને તમે પણ હચમચી જશો, જુઓ વીડિયો

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 4 મહિનાથી યુદ્ધ ચાલી રહી રહ્યું છે. ના યુક્રેન હથિયાર હેઠા મુકવા તૈયાર છે તો ના રશિયા પીછેહઠ કરવા માટે તૈયાર છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં પણ તેમના યુદ્ધ સાથે જોડાયેલી કેટલીક તસવીરો અને વીડિયો સામે આવતા રહે છે. હાલ એવા જ એક વીડિયોએ લોકોના રૂંવાડા ઉભા કરી દીધા છે, જેમાં રશિયાએ યુક્રેનના એક શોપિંગ મોલ ઉપર મિસાઈલ છોડી હતી.

રશિયાએ સોમવારે યુક્રેનના એક મોલ પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 16 લોકોના મોત થયા છે જ્યારે 59થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર મૃત્યુઆંક વધી શકે છે. આ એક મોટો મિસાઈલ હુમલો હતો. તમને જણાવી દઈએ કે રશિયાએ આ હુમલો યુક્રેનના પૂર્વી શહેર ક્રેમેનચુકના એક મોલ પર કર્યો હતો. હુમલા બાદ મોલમાં આગ લાગી હતી. આ પછી તાકીદે ફાયર બ્રિગેડને ફોન કરીને કાબુમાં લાવવામાં આવ્યો હતો.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ એક ટેલિગ્રામ પોસ્ટમાં કહ્યું કે જ્યારે રશિયાએ હુમલો કર્યો ત્યારે આ મોલમાં લગભગ 1000 લોકો હાજર હતા. તેમણે કહ્યું કે ઘાયલોની સંખ્યા નક્કી કરવી મુશ્કેલ છે. જણાવી દઈએ કે ક્રેમેનચુક એક ભીડભાડ વિસ્તાર છે. યુદ્ધ પહેલા શહેરની વસ્તી 217,000 હતી. અહીં દેશની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી છે.

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન રશિયાએ યુક્રેનના ઘણા શહેરોને નષ્ટ કર્યા છે અને ઘણાને કબજે કર્યા છે. યુદ્ધને કારણે લાખો લોકો યુક્રેન છોડીને ભાગી ગયા હતા. આમ છતાં રશિયાએ હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. આટલા દિવસોના યુદ્ધમાં બંને દેશોએ ઘણું સહન કર્યું છે, પરંતુ ન તો રશિયા પીછેહઠ કરવા તૈયાર છે અને ન તો યુક્રેન હાર સ્વીકારવા તૈયાર છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે આ સંઘર્ષ ક્યાં સુધી ચાલશે તે કહેવું ઘણું મુશ્કેલ છે.

Niraj Patel