રશિયન છોકરીને વરમાળા પહેરાવીને ઘરમાં લઇ આવ્યો 19 વર્ષનો યુવક, મમ્મીએ જોતા જ કર્યું એવું કે.. જુઓ હોશ ઉડાવી દેનારો પ્રેન્ક વીડિયો

19 વર્ષના છોકરાએ રશિયન છોકરી સાથે લગ્ન કરીને તેની મમ્મીને આપી સરપ્રાઈઝ, વાયરલ થયો પ્રેન્ક વીડિયો

દેશભરમાં લગ્નની ઘણી બધી ખબરો સામે આવી રહી છે, ખાસ કરીને વિદેશી કન્યા અને ભારતીય મુરતિયાના લગ્ન ચર્ચામાં રહેતા હોય છે. એવા ઘન લગ્ન તમે જોયા હશે જેમાં વિદેશી કન્યા સાત સમુદ્ર પાર કરીને ભારતીય યુવક સાથે લગ્ન કરવા માટે આવી પહોંચી હોય. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક 19 વર્ષનો છોકરો વિદેશી સાથે લગ્ન કરીને મમ્મીને સરપ્રાઈઝ આપતો હોવા મળે છે.

વીડિયોમાં યુટ્યુબર અનમોલ વર્મા તેની મિત્ર ઈવા અને રશિયન યુવતી અલોના સાથે જોવા મળી રહ્યો છે. અનમોલે ઘરે કેમેરા સેટઅપ પણ કરાવ્યું, જેથી તે રીયલ ટાઇમમાં તેની અભિવ્યક્તિ રેકોર્ડ કરી શકે. આ દરમિયાન અનમોલે અલોનાને માળા પહેરાવી હતી. અલોનાની માંગમાં સિંદૂર પણ ભરેલું હતું. અનમોલે પોતે પણ માળા પહેરી હતી.

અનમોલે કહ્યું કે તે ઈચ્છે છે કે તેની માતા આ ‘બનાવટી લગ્ન’ને વાસ્તવિક તરીકે જુએ. આ પછી અનમોલ ઘરમાં પ્રવેશતાની સાથે જ તેની માતાને કહ્યું  “હું લગ્ન કરીને આવ્યો છું, અલોના હવે અહીં જ રહેશે. તે તેની બેગ પણ લઈને આવી છે.” આ સાંભળીને તેની માતાએ કહ્યું “તારું દિમાગ તો બરાબર છે ને ? તું પાગલ તો નથી થઈ ગયો? બે મિનિટ અંદર આવો અને આ કેમેરા બંધ કરો.”

આ સમગ્ર ઘટના જોઈને અનમોલની માતા ચોંકી ગઈ હતી. તેમણે કહ્યું કે ઘરની અંદર આવો અને વાત કરો, તમાશો કરવાની જરૂર નથી. જ્યારે અનમોલની માતાને કંઈ સમજાયું નહીં ત્યારે તેણે ઈવાને પૂછ્યું કે “શું આ પ્રેન્ક છે” પણ, આના પર અનમોલે ઈવાને કહ્યું “મારું કોર્ટ મેરેજ સર્ટિફિકેટ લઈ આવ.” અનમોલ અહીં જ ન અટક્યો, તેણે તેની માતાને કહ્યું કે તે લગ્ન સંબંધિત તમામ દસ્તાવેજો બતાવી શકે છે.

પરંતુ, અનમોલની માતાને શરૂઆતથી જ આશંકા હતી કે આ બધું તેના પ્રૅન્ક વીડિયોનો એક ભાગ છે. તેણે વીડિયોમાં એમ પણ કહ્યું “હું પાગલ બનવાનો નથી. તે જ સમયે, અનમોલની મિત્ર ઈવા સતત કહેતી હતી કે બંનેના લગ્ન થઈ ગયા છે. તેણે સાક્ષી તરીકે લગ્નના પ્રમાણપત્ર પર સહી કરી છે.  અનમોલથી નારાજ થયા પછી, તેની માતાએ અલોનાને સમજાવ્યું અને કહ્યું  “તે મને પણ મૂર્ખ બનાવી રહી છે. લગ્ન આ રીતે થતા નથી.

અનમોલની માતાએ તેના પુત્રને ઠપકો આપ્યો અને એમ પણ કહ્યું કે તું તારું કામ નથી કરી શકતો તો આ જવાબદારી કેવી રીતે નિભાવશે? તેણે અલોનાને પણ પૂછ્યું કે તેં આ લગ્ન વિશે તમારા માતા-પિતાને એક વાર પણ પૂછ્યું નથી? વીડિયોના અંતમાં અનમોલે પોતે જ કહ્યું કે આ એક પ્રેન્ક હતો. આ સાંભળીને અનમોલની માતાએ તેને મારવાનું શરૂ કર્યું. અલોના આ બધું જોઈને જોરથી હસવા લાગી. આ વીડિયોને યુટ્યુબ પર લગભગ 4 લાખ વ્યૂઝ મળ્યા છે.

Niraj Patel