ખબર

આ દેશે બનાવી લીધી સૌથી પહેલા કોરોના વાયરસની વેક્સીન, ટ્રાયલ પૂરો કરવાનો કર્યો દાવો

વિશ્વભરમાં કોરોના વાયરસ ફેલાયેલો છે અને તેના રક્ષણ માટે દુનિયાભરના ભારત સમેત અલગ અલગ દેશોના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની રસી બનાવવામાં લાગી ગયા છે, હજુ સુધી પણ કોરોનાને જડમુડળથી મટાવી શકે એવી રસી સામે આવી નથી, પરંતુ આ બધા વચ્ચે રુસમાંથી એક સારા સમાચાર આવ્યા છે, કોરોના રસી બનાવવાની જંગમાં રૂસે બાજી મારી લીધી છે.

Image Source

રુસી સમાચાર એજણાસી સ્પુતનિક ના જણાવ્યા અનુસાર: “ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સલેશન મેડિસિન એન્ડ બાયોટેક્નોલોજીના ડાયરેક્ટર વાડીમા તરાસોવ દ્વારા કહેવામાં આવ્યું છે કે: “દુનિયાની પહેલી કોરોનાવેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ સફળતાપૂર્વક પૂરું કરી લેવામાં આવ્યું છે.”

Image Source

તમેને આગળ જણાવ્યું કે: “મોસ્કો સ્થિત સરકારી મેડિકલ યુનિવર્સીટી સેચેનોફ દ્વારા ટ્રાયલ કરવામાં આવ્યું અને સામે આવ્યું કે વેક્સીન માણસો ઉપર સુરક્ષિત છે. જે લોકો ઉપર વેક્સીન અજન્માવવામાં આવી હતી તેમના એક સમૂહને 15 જુલાઈ અને બીજા સમૂહને 20 જુલાઈના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.”

આ યુનિવર્સીટીએ 18 જૂનથી જ રુસની ગેમલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજી દ્વારા નિર્મિત આ વિકસિનનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.