ખબર

ભારત માટે સૌથી મોટી ખુશખબર, કોરોના રસી આવી રહી છે- જાણો ફટાફટ

કોરોના વાયરસ ફેલાવવાની સાથે જ દુનિયાભરમાં જો કોઈ વસ્તુની રાહ જોવાઈ રહી હોય તો તે છે તેની વેક્સિનની. જે તેના પ્રભાવને ઓછો કરી શકે, હાલ દુનિયાભરમાં વાયરસ માટેની વેક્સિનની શોધ ચાલી રહી છે ત્યારે તેના સકારાત્મક પરિણામો હજુ સુધી મળી નથી રહ્યા ત્યારે ભારત માટે ખુબ જ સારા સમાચાર આવ્યા છે. ભારતમાં આગામી બે મહિનામાં જ કોરોના વાયરસની વેક્સીન આવી શકે છે.

Image Source

રશિયાના સોવરેન વેલ્થ ફંડ રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ડ ફંડ (RDIF)એ ભારતમાં કોરોના વાયરસની વેક્સિન સ્પૂતનિક-5ના ક્લીનિકલ ટ્રાયલ અને ડિસ્ટ્રીબ્યૂશન માટે ડો. રેડ્ડીઝ લેબ સાથે ભાગીદારી કરી છે.

Image Source

જે અંતર્ગત રશિયા RDIF અને ભારતની રેડ્ડી કંપનીઓ વચ્ચે થયેલી સમજુતી પ્રમાણે RDIF ભારતીય કંપનીને વેક્સિનના 10 કરોડ ડોઝની સપ્લાઈ કરશે. આ સમાચાર ભારત માટે ખુબ જ રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે.

છેલ્લા કેટલાય સમયથી આ વાયરસની મહામારી દુનિયાભરમાં વધી રહી છે ત્યારે ભારત દુનિયામાં બીજા સ્થાને સંક્રમિતઓની સંખ્યામાં પહોંચી ગયું છે. રશિયા સાથે થેયલી આ સમજૂતી બાદ ભારત માટે એક આશાનું કિરણ દેખાઈ આવ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.