ખબર

ફટાકડાની ફેકટરીમાં લાગી આગ તો ફાયર ફાઈટર આગ ઓલવવાના બદલે ભાગવા લાગ્યા, જુઓ આવી થઇ આતીશબાજી

સોશિયલ મીડિયામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયો જોતા એવું લાગે જાણે નવા વર્ષની ઉજવણી થઇ રહી હોય, પરંતુ આ કોઈ નવા વર્ષની અથવ તો કોઈ તહેવારની ઉજવણીનો વીડિયો નથી પરંતુ એક ફટાકડાની ફેકટરીમાં લાગેલી આગનો વીડિયો છે.

રુસની અંદર 6 ડિસેમ્બરના રોજ એક ફટાકડાની ફેકટરીમાં આગ લાગી ગઈ, જેના બાદ આકાશમાં આખી રાત સુધી આતીશબાજી ચાલુ રહી. એવું લાગતું હતું જાણે કોઈ ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય.


આ આગ એટલી ભીષણ હતી અને ફટાકડાના કારણે ફાયર ફાયટર પણ તેની નજીક જતા ડરતા હતા અને તેનાથી દૂર ભાગવા લાગી ગયા, કારણ કે ફટાકડા પણ આમ તેમ ફંગોળાઈ રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થવા લાગ્યો હતો.

સ્થાનિક રિપોર્ટ પ્રમાણે ભૂલમાં વીજળીના હીટરના કારણે આગ બજારની અંદર લાગી ગઈ. જેના કારણે આગ એક બે માળની ઇમારતમાં પણ લાગી, જ્યાં રહેલી ફટાકડાની ફેક્ટરી પણ તેની ચપેટમાં આવી ગઈ.

આ ફેક્ટરીની અંદર બહુ જ બધા ફટાકડા હતા. નવું વર્ષ આવતું હોવાના કારણે ફેકટરીમાં ફટાકડાનો સ્ટોક ખુબ જ વધારે પ્રમાણમાં હતો. વાયરલ થઇ રહેલા આ વીડિયોને ઘણા લોકોએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો.