રશિયા વધુ વિફર્યુ, યુક્રેનમાં સરકારી બિલ્ડીંગ ઉપર મિસાઇલથી હુમલો કર્યો, ઘટનાના લાઈવ દૃશ્યો આવ્યા સામે

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે છઠ્ઠા દિવસમાં પ્રવેશી ગયું છે. રશિયાની સૈન્ય હજી પણ યુક્રેનની રાજધાની કિવ પર બોમ્બમારો કરી રહી છે, રશિયન સૈનિકો હવે કિવથી માત્ર થોડા કિલોમીટર દૂર હોવાનું કહેવાય છે. બંને એકબીજાને નુકસાન પહોંચાડવાનો સતત દાવો કરી રહ્યાં છે. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ખતમ કરવા માટે મંત્રણાનો બીજો રાઉન્ડ ટૂંક સમયમાં યોજાશે.

બ્રિટનના સંરક્ષણ પ્રધાને દાવો કર્યો છે કે રશિયન દળોએ કિવ, ખાર્કિવ અને ચેર્નિહાઇવમાં આર્ટિલરી (તોપ) વડે હુમલા તેજ કર્યા છે અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે. રશિયન હવાઈ હુમલાઓ વચ્ચે બોમ્બ શેલ્ટરમાં છુપાયેલા બાળકો કિવ રાષ્ટ્રગીત ગાય છે. ત્યારે આ બધા વચ્ચે એક રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો સામે આવ્યો છે.

યુક્રેનના એક બીજી મોટા શહેર ખાર્કિવમાં આવેલા એડ્મીનીસ્ટ્રશન બોલ્ડીંગ ઉપર આજે રશિયાએ મિસાઈલથી હુમલો કર્યો છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોની અંદર બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોતે ગોટા નીકળતા પણ જોવા મળી રહ્યા છે. આ દૃશ્ય રૂંવાડા ઉભા કરી દેનારું છે.

સીસીટીવી ફુટેજમાં જોવા મળી રહેલા સમય અનુસાર આ હુમલો આજે સવારે 8 વાગે કરવામાં આવ્યો હતો. રશિયાની મિસાઈલ દ્વારા ખાર્કિવની આ સરકારી ઇમારત ઉપર કરવામાં આવેલા હુમલાના કારણે મોટા પ્રમાણમાં નુકશાન થયું હોવાનું અનુમાન છે, સાથે જ મોટા પ્રમાણમાં જાન હાનિ પણ થઇ હોવાનું માનવામાં આવે હ્ચે. જો કે હજુ સુધી આ મૃત્યુના કોઈ ચોક્કસ આંકડા બહાર નથી આવ્યા.

તો બીજી તરફ યુક્રેનમાં રહેલા ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને તાત્કાલિક કિવ છોડવા માટેનું કહેવામાં આવ્યું છે. તેઓનો આદેશ છે કે દરેક ભારતયીઓ આજે જ યુક્રેનની રાજધાની કિવને છોડી દે. તેઓ તાત્કાલિક ટ્રેન, બસ કે અન્ય વાહન મળે તેના દ્વારા કિવમાંથી નીકળી જાય.

એવી પણ માહિતી સામે આવી છે કે ઓપરેશન ગંગા હેઠળ ભારતીય નાગરિકોના સ્થળાંતરના પ્રયાસોને વધુ વેગ આપવા માટે, વડા પ્રધાન મોદીએ ભારતીય વાયુસેનાને પણ આ ઓપરેશનમાં જોડાવા માટે કહ્યું છે. વાયુસેનાના વિમાનોના ઉમેરા સાથે ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનશે અને તેમની સંખ્યામાં પણ વધારો થશે. આ સાથે જ ભારતથી મોકલવામાં આવતી રાહત સામગ્રી પણ ઝડપથી પહોંચશે. ઓપરેશન ગંગા હેઠળ ભારતીય વાયુસેનાના કેટલાય C-17 વિમાનો આજે ઉડાન ભરવાનું શરૂ કરી શકે છે.

Niraj Patel