ખબર

રુસની વેક્સીન થઇ ગઈ લોન્ચ, જાણો કોને મળશે? કેટલામાં મળશે? ક્યારે મળશે ? બધી જ જાણકારી

કોરોના વાયરસ દુનિયામાં ફેલાવવાની સાથે જ દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની રસી શોધવામાં લાગી ગયા હતા. ઘણા વૈજ્ઞાનિકોએ દાવો પણ કર્યો છતાં કેટલાક કારણોસર આ બધી વેક્સિનને સફળતા નહોતી મળી ત્યારે હવે રુસ દ્વારા આખી દુનિયાને પાછળ છોડીને વેક્સીન શોધવામાં સફળતા મેળવી લેવામાં આવી છે.

Image Source

રૂસના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિને મંગળવારના રોજ જાહેર કરી. તેમને કહ્યું કે રૂસમાં બનેલી પહેલી વેક્સીન કોવિડ-19 વેક્સિનને હેલ્થ મિનિસ્ટ્રી તરફથી એપ્રુવલ મળી ગયું છે. પુતિને એમ પણ કહ્યું કે તેમની દીકરીઓને આ વેક્સીન લગાવી પણ દેવામાં આવી છે.

Image Source

વધુમાં પુતિને જણાવ્યું કે: “આ સવારે દુનિયામાં પહેલીવાર, નવા કોરોના વાયરસ વિરુદ્ધ, વેક્સીન રજીસ્ટર્ડ થઇ.” તેમને એ બધાને ધન્યવાદ આપ્યા છે જેમને આ વેક્સીન ઉપર કામ કર્યું છે. પુતિને કહ્યું કે વેક્સીન બધા જ જરૂરી ટેસ્ટમાંથી પસાર થઇ ગઈ છે. હવે આ વેક્સિનને મોટા પ્રમાણમાં ઉત્પાદન માટે મોકલવામાં આવશે.

Image Source

પુતિને એ વાતની પણ જાણકારી આપી કે તેમની બંને દીકરીઓને આ વેક્સીન લગાવવામાં આવી છે અને જેનાથી તે બને સારું અનુભવી રહી છે. તેની કોઈ આડઅસર પણ થઇ નથી.

Image Source

ક્યારથી આવશે બજારમાં ?:
હાલમાં આ વેક્સિનનો લિમિટેડ ડોઝ તૈયાર કરવામાં આવ્યો છે. રેગ્યુલેટરી એપ્રુવલ મળી ગયું છે તો હવે આ વેક્સિનનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન સપ્ટેમ્બરથી શરૂ થશે. રુસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓકટોમાબારથી દેશભરમાં ટીકા લગાવવાની શરૂઆત કરી શકાય છે.

Image Source

દુનિયામાં કોને પહેલા મળશે આ વેક્સીન ?:
રૂસે ભલે દુનિયાભરમાં આ વેક્સિનના સપ્લાયની વાત જણાવી હોય પરંતુ હજુ ઘણા દેશ તેને લઈને મૂંઝવણમાં છે. પશ્ચિમી દેશો સમેત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચિંતા જાહેર કરી છે કે પર્યાપ્ત ડેટા વગર વેક્સીન સપ્લાય કરવું ઠીક નથી. યુનાઇટેડ કિંગડમ દ્વારા ચોખ્ખું જણાવી દેવામાં આવ્યું છે કે પોતાના નાગરિકોને રુસી વેક્સિનનો ડોઝ આપવામાં નહીં આવે. એવામાં બની શકે છે કે આ વેક્સીન શરૂઆતમાં બીજા દેશોમાં ના મોકલવામાં આવે. રુસની સામાન્ય જનતા ઉપર તેની અસર જોઈને બીજા દેશો પોતાનો નિર્ણય લઇ શકે છે.

Image Source

કેટલી હશે વેસ્કીનની કિંમત ?:
રુસી એજન્સી TASSના જણાવ્યા અનુસાર રૂસમાં આ વેક્સીન “ફ્રી ઓફ કોસ્ટ” ઉપલબ્ધ હશે. તેના ઉપર આવનારા ખર્ચને દેશના બજેટમાંથી પૂરો કરવામાં આવશે. બીજા દેશો માટે કિંમતનો ખુલાસો હજુ નથી કરવામાં આવ્યો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.