મનોરંજન

સુપર ડાન્સર ચેપ્ટર – 3ની વિજેતા બની રૂપસા બતાબ્યાલ, ટ્રોફી સાથે જીત્યા 15 લાખ – શુભેચ્છા પાઠવજો

ટેલિવિઝન ડાન્સ રિયાલિટી શો, સુપર ડાન્સર ચેપ્ટર – 3નું રવિવારે ફાઇનલ યોજાયુ હતું જેમાં દર્શકોના સૌથી વધુ વોટ મેળવીને કોલકાતાની રહેવાસી 6 વર્ષની રૂપસા બતાબ્યાલએ સુપર ડાન્સર ચેપ્ટર – 3નો ખિતાબ જીતી લીધો છે. ખિતાબ જીતવાની સાથે જ રૂપસા અને તેમના ગુરુ નિશાંત ભટ્ટને રિયાલિટી શોની ટ્રોફી આપવામાં આવી અને રૂપસાને 15 લાખ રૂપિયાનું ઇનામ તથા નિશાંતને 5 લાખ રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું છે.

Image Source

ટ્રોફી જીત્યા પછી રૂપસાએ કહ્યું, “મને ખૂબ જ સારું લાગી રહ્યું છે અને હું સુપર ડાન્સર ચેપ્ટર – 3ની ટ્રોફી જીતીને ખૂબ જ ખુશ છું. હું આગળ પણ ડાન્સ કરતી રહીશ કારણ કે મને ડાન્સ કરવો ખૂબ જ ગમે છે. હવે હું પોતાના ઘરે જઈને પરિવારના લોકો સાથે આ ખુશીને સેલિબ્રેટ કરવા માંગુ છું.’

Image Source

રૂપસાની જીત પર શિલ્પા શેટ્ટીએ કહ્યું કે એ આ જીતની હકદાર છે. એને જે રીતે પ્રદર્શન કર્યું હતું એ ખૂબ જ અવિશ્વસનીય હતું. ત્યારે ગીતા કપૂરે કહ્યું કે એ તેની આ જર્નીથી ખૂબ જ ખુશ છે, અને ઈચ્છે છે કે એ હંમેશા ખુશ રહે અને આવી જ રીતે આગળ વધે. અનુરાગ બાસુએ રૂપસાના વખાણ કરતા કહ્યું, ‘એ એક બહુમુખી નૃત્યાંગના છે, જેને આ મંચ પર જુદા-જુદા પ્રકારના ડાન્સ પરફોર્મન્સ આપ્યા છે. તેની જર્ની હજુ શરુ થઇ છે.’

Image Source

સુપર ડાન્સર ચેપ્ટર – 3ના ફાઇનલમાં પ્રતિસ્પર્ધીઓ અને તેમના ગુરુઓએ મંચ પર પરફોર્મન્સ આપ્યું હતું. આ સમયે શિલ્પા શેટ્ટીએ પણ પહેલીવાર સ્ટેજ પર ભરતનાટ્યમ કર્યું. બીજી તરફ કૃષ્ણા અભિષેકે પણ દર્શકોને પોતાની કોમેડીથી ખૂબ જ હસાવ્યા હતા.

Image Source

છેલ્લા 4-5 મહિનાથી ચાલી રહેલા આ શોમાં છેલ્લે ટોપ-5 પ્રતિસ્પર્ધીઓ રહયા હતા, જેમાં જયશ્રી, તેજસ, રૂપસા, સક્ષમ અને ગૌરવ સામેલ હતા, જેમાં આ બધાને જ પાછળ છોડીને રૂપસા વિજેતા બની હતી અને બીજા બધા જ ફાઇનલિસ્ટને પણ 1-1 લાખ રૂપિયાની ઇનામ રાશિ આપવામાં આવી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks