સુરતમાં યુવકે જીવન ટૂંકાવ્યું, આપઘાત કરતા પહેલા વીડિયો બનાવીને મિત્રને કર્યો સેન્ડ.. રડતા રડતા કહ્યું એવું કે… જુઓ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. ઘણા મામલોઓમ કેટલાક લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પ્રેમ પ્રસંગોના કારણે આપઘાત કરી લેતા હોય છે. ઘણા લોકો કેટલાક લોકોની હેરાનગતિના કારણે પણ આપઘાત જેવા પગલાં ભરતા હોય છે. લોકો આર્થિક તંગીના કારણે વ્યાજે પૈસા આપતા લોકો પાસેથી મોટા વ્યાજ પર પૈસા લે છે અને સમયસર પૈસા ના ચૂકવી શકવાના કારણે વ્યાજખોરો દ્વારા તેમને ધાકધમકી આપવામાં આવતી હોય છે.

આવી જ એક ઘટના સુરતમાંથી પણ સામે આવી. જ્યાં એક યુવકે પૈસાની લેતી દેતીના કારણે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો અને તે વીડિયોને તેને મિત્રના ફોનમાં સેન્ડ કર્યો હતો. જેના બાદ હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં યુવક રડતા રડતા પોતાની આપવીતી જણાવતા પણ જોવા મળી રહ્યો છે.

આ યુવબનું નામ દિનારામ ઉમારામ જાટ છે અને તે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. તેને ગત 22 ડિસેમ્બરના રોજ ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા યુવકે પૈસાની લેતીદેતીમાં આપઘાત કરતો હોવાની વાત પણ ઉચ્ચારી હતી. આ ઉપરાંત તેને આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી અને વીડિયો બનાવ્યા બાદ તેના મિત્રને મોકલી આપ્યો હતો. આ મામલે પોલીસે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.

ત્યારે ઉધનામાં યુવકે કરેલા આ આપઘાતના મામલે સાળા અને બનેવી વચ્ચે પૈસાની લેતીદેતીમાં યુવકે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ મામલે મૃતક યુવકની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તે ઘણા સમયથી સુરતમાં રહે છે અને દીકરો ફર્નિચરના કામકાજ સાથે સંકળાયેલો હતો. ત્યાં તે કોની સાથે રહેતો હતો. ક્યાં રહેતો હતો તેની તેમને કોઈ ખબર નથી. તે એક વર્ષ પહેલા જ સુરત આવ્યો હતો અને એક વર્ષથી વતનમાં પણ નથી આવ્યો.

આ મામલે એ પણ સામે આવ્યું છે કે સાળા અને બનેવી વચ્ચે પૈસાના મામલે માથાકૂટ ચાલી રહી હતી. તેના બનેવી આસારામ દ્વારા દિનારામના બાકી નીકળતા પૈસા માટે દબાણ કરવામાં આવતું હતું. ત્યારે આ મળે ઉધના પોલીસે મૃતકના સંબંધીઓની ફરિયાદના આધારે યુવકને આપઘાત કરવા માટે મજબુર કરવાના ગુન્હા હેઠળ મૃતકના બનેવી અમરારામ, અંતરામ બારીક, ધર્મેન્દ્ર જાટ વિરુદ્ધ ગુન્હો નોંધીને તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

Niraj Patel