ખબર

ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ CM વિજય રૂપાણીએ લીધો મોટો નિર્ણય, લગ્નમાં આટલા જ જજો

છેલ્લા ૩ અઠવાડિયાથી ભારત સહીત ગુજરાતમાકોવિડ-19ની સ્થિતિ ખુબ જ બગડી ગઈ છે અને આજે બપોરે તો ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી છે કે હેલ્થ મશીનરી નિષ્ફળ રહી છે.

Image source

જેને પગલે CM રૂપાણી આજે કેટલાક નિર્ણયો જાહેર કરી રહ્યાં છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, ડોક્ટરો બિનજરૂરી રેમડેસિવિર ઈન્જેક્શનનું પ્રિસક્રિપ્શન ન લખે એવી મારી વિનંતિ છે. 60 હજાર RTPCR ટેસ્ટ અને 24 કલાકમાં રિપોર્ટ મળે તેવી વ્યવસ્થા કરી છે.એપ્રિલ મે સુધીના તમામ તહેવારો પર પ્રતિબંધ મુકવામાં આવે છે. રાજકીય, સામાજિક, બર્થડે પબ્લિક પિલ્સ પર ઉજવણી કરવા દેવાશે નહીં. જ્યારે 14 એપ્રિલથી લગ્નમાં 50 લોકો જ હાજર રહી શકશે. સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઓફિસમાં 50 ટકા લોકોએ જ કામ કરવાનું નોટિફિકેશન કર્યું છે.

તમને જણાવી દઈએ કે આપણા રાજ્યમાં ચેલાલ ૨૪ કલાકમાં છ હજાર કેસ આવ્યા રહ્યા છે ત્યારે સરકારે બધાને સારી સારવાર મળે તે માટે રેમડેસિવિર ઈંજેક્શન પર પહેલા વિચાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાતમાં 55 દર્દીના મૃત્યુ થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4855 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 216 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 30,680 પર પહોંચ્યો છે.