સીધી સાદી ‘અનુપમા’નો નહિ જોયો હોય આવો ગ્લેમરસ અવતાર, એવું ટોપ પહેર્યું કે ફેન્સ ચોંકી ઉઠ્યા અને બોલ્યા ઉફ્ફ્ફ્ફ
સ્ટાર પ્લસ પર આવતો સુપરહિટ શો ‘અનુપમા’ આજકાલ ટીઆરપી રેસમાં નંબર વન પર છે. આ શોને દર્શકોએ ખૂબ પસંદ કર્યો છે. શોમાં દરરોજ સ્ટોરીમાં આવતા નવા સસ્પેન્સ દર્શકોને આકર્ષિત કરે છે. તેમજ શોમાં સૌથી વધુ ‘અનુપમા’નું પાત્ર ભજવનાર અભિનેત્રીની ભૂમિકા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
અભિનય ઉપરાંત રૂપાલી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવારનવાર રૂપાલી તેની તસવીરો અને વીડિયો તેમજ તેના સહ કલાકારો સાથે પોસ્ટ શેર કરતી રહે છે. તેવામાં રૂપાલી ગાંગુલીએ એક તસવીર શેર કરી છે જે ખુબ જ ચર્ચામાં છે. આ તસવીરમાં રૂપાલી ગાંગુલી ખૂબ જ હોટ લાગી રહી છે.
રૂપાલી ગાંગુલીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ તસવીર પોસ્ટ કરી છે. સ્ક્રીન પર સાદી સાડીમાં જોવા મળતી રૂપાલી આ તસવીરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરમાં જોઈ શકાય છે કે રૂપાલી પાંદડા પાછળ ઉભી રહીને પોઝ આપી રહી છે.
આ દરમ્યાન રૂપાલીએ ઓરેન્જ કલરનું ઓફ શોલ્ડર આઉટફિટ પહેર્યું છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. તેમજ તેના વાળ ખુલ્લા છે જે તેના દેખાવને વધુ સુંદર બનાવે છે. તસવીરમાં તેની ગ્લોસી લિપસ્ટિક તેને વધુ સુંદર બનાવી રહી છે. રૂપાલીની ક્યૂટ સ્માઈલ ચાહકોના હૃદયના ધબકારા વધારવાનું કામ કરી રહી છે. ચાહકોને આ તસવીર ખૂબ પસંદ આવી રહી છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા રૂપાલી ગાંગુલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મિથુન ચક્રવર્તી સાથે જૂની યાદો શેર કરી હતી. રૂપાલીએ તેની પોસ્ટમાં પણ ખુલાસો કર્યો હતો કે તેણે મિથુન સાથે અભિનેત્રી તરીકે તેણે પ્રથમ ફિલ્મ કરી હતી.
આ ફિલ્મનું નામ ‘અંગારા’ હતું. આ ફિલ્મનું નિર્દેશન અન્ય કોઈ નહીં પણ ખુદ રૂપાલી ગાંગુલીના પિતા અનિલ ગાંગુલીએ કર્યું હતું. તેણે આ પોસ્ટમાં એમ પણ કહ્યું હતું કે મેં ક્યારેય કેમેરાનો સામનો કર્યો નથી. તેમજ મને સેટ પર મિથુન અને પિતા દ્વારા ખૂબ ઠપકો મળતો હતો. આ સાથે રૂપાલીએ એમ પણ લખ્યું હતું કે આ એટલા માટે છે કારણ કે જ્યારે હું અભિનયને સિરિયસ નથી લેતી ત્યારે મિથુને તેને ઘણી વખત ઠપકો પણ આપ્યો છે. આ ફિલ્મ 1996માં આવી હતી.
View this post on Instagram