25 વર્ષ પહેલા અનુપમાએ કર્યો હતો મિથુન સાથે રોમાંસ, હવે તેમની વહુથી છે 36નો આંકડો

કયારેક પડદા પર મિથુન ચક્રવર્તી સાથે કરી ચૂકી છે રોમાંસ “અનુપમા” ફેમ રૂપાલી ગાંગુલી, જાણો

રૂપાલી ગાંગુલી સ્ટારર સ્ટાર પ્લસ પર પ્રસારિત થતો “અનુપમા” શો છેલ્લા કેટલાક સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. આ શોએ થોડા જ સમયમાં તેની એક અલગ જગ્યા દર્શકોના દિલમાં બનાવી લીધી છે. આ શોની સ્ટારકાસ્ટ પણ હવે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.

આ નંબર વન શોની લીડ અભિનેત્રી જે ટાઇટલ પાત્ર નિભાવી રહી છે તે અનુપમા ઉર્ફે રૂપાલી ગાંગુલી અને બોલિવુડ અભિનેતા મિથુન ચક્રવર્તી એક સાથે ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે.

રૂપાલી ગાંગુલીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી છે. તેણે પોતાની આ પોસ્ટમાં એ વાતનો ખુલાસો કર્યો છે કે એક અભિનેત્રી તરીકે તેની પહેલી ફિલ્મ મિથુન દા સાથે કરી હતી.

આ ફિલ્મનું નામ “અંગારા” છે. આ ફિલ્મને રૂપાલી ગાગુલીના પિતા અનિલ ગાંગુલીએ ડાયરેક્ટર કરી હતી. તેમણે આ પોસ્ટમાં એ પણ જણાવ્યુ હતુ કે મેં કયારેય કેમેરો ફેસ નથી કર્યો ત્યાં સેટ પર મિથુન અને પિતા મને વઢતા હતા. આ ફિલ્મ વર્ષ 1996માં આવી હતી.

અનુપમના સેટ પર થોડા દિવસ પહેલા જ મિથુન દા પહોંચ્યા હતા. આ સેટ પર તેઓ તેમની વહુ અને શોમાં કાવ્યાનો રોલ પ્લે કરતી મદાલસા શર્માને સરપ્રાઇઝ આપવા આવ્યા હતા.

સેટ પર મિથુન દાએ શોની સ્ટારકાસ્ટ સાથે મુલાકાત કરી હતી અને તેની તસવીરો રૂપાલીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અનુપમાએ તસવીર શેર કરતી લખ્યુ હતુ કે, સેટ પર અચાનક આવવા માટે મિથુન ચક્રવર્તી તમારો ખૂબ ખૂબ આભાર.

રૂપાલીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે પહેલા “અંગના” “દો આંખે 12 હાથ” અને “સતરંગી પેરાશૂટ” જેવી કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. બીજી  તરફ અનુપમા શોએ લોકડાઉનમાં શરૂ થવા સાથે ટીઆરપી પર કબ્જો જમાવેલો છે.

Shah Jina