ટીવીની અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીએ શેર કર્યો એવો વીડિયો કે જોઇ લોકો ભડકી ઉઠ્યા, જાણો ટ્રોલિંગનું કારણ

ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી “અનુપમા” શોથી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી ચૂકી છે. તેની પોપ્યુલારિટી વધતી જઇ રહી છે. આ સાથે સાથે તેના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ પણ વધતા જઇ રહ્યા છે. રૂપાલી ગાંગુલીના હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર 2 મિલિયન ફોલોઅર્સ થયા છે. આ ખુશી તેણે ખાસ અંદાજમાં મનાવી. તેણે સેટ્સ પર ડોગ્સ સાથે કેક કાપી અને તેમને ખવડાવી. રૂપાલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઇ રહ્યો છે.

ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે ત્યાં જ ડોગ્સને કેક ખવડાવવા પર કેટલાક લોકો નેગેટિવ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. લોકોની ફેવરિટ અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો આવતાની સાથે જ લોકોએ તેના પર નેગેટિવ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. લોકોએ લખ્યું છે કે કૂતરાઓને મીઠાઈ ખવડાવવી તેમના માટે નુકસાનકારક છે. જો કે, રૂપાલીના કેટલાક ચાહકોએ તેનો બચાવ કર્યો છે. રૂપાલીએ તેના ઇન્સ્ટાગ્રામ પર જે વીડિયો શેર કર્યો છે, તેમાં લખવામાં આવ્યું છે કે તે એક ડોગી કેક છે, જ્યારે વાયરલ વીડિયોમાં લોકોએ તેને સામાન્ય કેક માનીને તેના વિશે નકારાત્મક કમેન્ટ કરવાનું શરૂ કરી દીધુ.

રૂપાલી ગાંગુલી જયાં શુટ કરે છે ત્યાં સેટ પર કેટલાક સ્ટ્રીટ ડોગ્સ પણ છે, જેને તે ક્યારેય ભગાડતી નથી. તે આ કૂતરાઓની હાજરીમાં જ શૂટિંગ કરે છે. આટલું જ નહીં, તે તેના ઘર અને શૂટિંગ સેટની આસપાસના તમામ કૂતરાઓ સાથે લાડ પણ લડાવતી હોય છે. તાજેતરમાં, જ્યારે અભિનેત્રીના ફોલોઅર્સ 2 મિલિયનને વટાવી ગયા, ત્યારે તેણે આ ખુશી ડોગ સાથે સેલિબ્રેટ કરી. અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો જેમાં તે આ કૂતરાઓને કેક ખવડાવતી જોવા મળી રહી છે. જોકે, રૂપાલી ગાંગુલીને આ ડોગ્સને કેક ખવડાવવા બદલ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી હતી.

વીડિયો શેર કરતાની સાથે રૂપાલીએ કેપ્શનમાં લખ્યું કે, મારી સિદ્ધિ ગમે તે હોય, હું માનું છું કે તેના આશીર્વાદ એક મોટું કારણ છે… ડોગ મારા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તમારામાંથી ઘણા લોકો જાણે છે કે, આ નિર્દોષ, અવાજહીન અને બેઘર લોકો માટે કામ કરવું એ મારા જીવનનો સાચો હેતુ છે.

રૂપાલી આગળ લખે છે, તેણે મને બિનશરતી પ્રેમ, પ્રમાણિકતા અને જ્યારે કોઈની જરૂર હોય ત્યારે શાંતિથી હાજર રહેવાનું મૂલ્ય શીખવ્યું છે. તો આ માઈલસ્ટોન સેલિબ્રેટ કરવા માટે ડોગ માટે કેક લાવવાથી વધુ સારું શું હોઈ શકે. ભગવાન આપણા બધાને આશીર્વાદ આપે, સાથે રહેવાનું શીખો અને આ વિશ્વને વધુ સારું સ્થાન બનાવો. જણાવી દઇએ કે, આ એક કેક છે જે ડોગ્સ માટે ખાસ બેક કરવામાં આવે છે. મીઠી અને શુદ્ધ શાકાહારી નથી જે તેમના માટે સારું છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

Shah Jina