ટીવીની સંસ્કારી “અનુપમા” એટલે કે રૂપાલી ગાંગુલીએ ઓફ શોલ્ડર વન પીસમાં બતાવ્યા બોલ્ડ મૂવ્સ, લોકો બોલ્યા- આ બધુ અનુજ માટે છે શું ?

શું અનુજના પ્રેમમાં રંગાવાને કારણે અનુપમાનો બદલાયો લુક ? લેટેસ્ટ વીડિયોમાં જોવા મળ્યો એવો બોલ્ડ અંદાજ કે… જુઓ વીડિયો

ટીવી સીરિયલ “અનુપમા” સતત દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી રહી છે. શોમાં લીડ રોલ અને ટાઇટલ પાત્ર નિભાવી રહેલી રૂપાલી ગાંગુલીની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. રૂપાલી પણ તેના ચાહકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતી નથી અને અવારનવાર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. સ્ક્રીન પર હંમેશા સંસ્કારી વહુની જેમ દેખાતી રૂપાલી સોશિયલ મીડિયા પર તેની આ ઇમેજ તોડતી જોવા મળી રહી છે. હાલમાં જ તેણે તેનો એક એવો વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો બોલ્ડ લુક જોઈને દરેક લોકો દાંત નીચે આંગળીઓ દબાવી રહ્યા છે.

અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. બ્લેક કલરના ઓફ શોલ્ડર વન પીસ ડ્રેસમાં રૂપાલી ખૂબ જ સુંદર લાગી રહી છે. રૂપાલીને જેઓ ઓળખે છે તેઓ પણ જાણે છે કે તેને ડાન્સનો કેટલો શોખ છે, તેથી આ વિડીયોમાં તે એડ શીરાનની બીટ પર મૂવ્સ બતાવી રહી છે. તેની પાછળ બેકગ્રાઉન્ડમાં મોટો ગ્રામોફોન છે. રૂપાલી હાથમાં તકિયો લઈને નાચી રહી છે. પોસ્ટ શેર કરતાં રૂપાલીએ કેપ્શનમાં લખ્યું, ‘કરંટ મૂડઃ ડુઈંગ ધ શનિવાર હેપ્પી ડાન્સ’… રૂપાલીના આ વીડિયો પર ચાહકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, ‘થુ થુ થુ’, જ્યારે બીજાએ લખ્યું કે, ‘મને પતંગ સ્પર્ધામાં અનુજ પાર્ટનર તરીકે મળ્યો છે, શું ખુશી છે ?’ શોના ચાલુ ટ્રેકમાં અનુજ અને અનુપમા વચ્ચે ઘણી રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી રહી છે.આજકાલ અનુપમાના પતિ વનરાજ તેના પાર્ટનર અને અનુજ કાપડિયાની બહેન માલવિકા સાથે ત્રીજી વખત લગ્ન કરવાની તૈયારીમાં છે. અનુપમાને વનરાજની આ ચાલ અગાઉથી જ ખબર પડી ગઈ અને તેને માલવિકાથી દૂર રહેવાની ચેતવણી પણ આપી. પણ વનરાજ દર વખતની જેમ અનુપમાનું માનવાનો નથી.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

Shah Jina