બોલ્ડ લુકમાં સ્વિમિંગ પુલમાં ઉતરી અનુપમા, 44 વર્ષની ઉંમરે તોડી આદર્શ વહુની ઇમેજ
નાના પડદા પર સૌથી વધુ પસંદ કરાયેલા શોમાંના એક, ‘અનુપમા’ એ ઘર-ઘરમાં ઓળખ મેળવી છે. આ શો શરૂઆતથી જ દર્શકોના દિલમાં વસી ગયો છે. શોનું દરેક પાત્ર પોતાનામાં ખાસ છે. ખાસ કરીને શોની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ બધાને પોતાના દિવાના બનાવી દીધા છે. રૂપાલી હંમેશા એક યા બીજા કારણોસર પ્રભુત્વ ધરાવે છે. આ દિવસોમાં ભારતીય ટેલિવિઝન પર ‘અનુપમા’નો સિક્કો ચાલી રહ્યો છે. આ શો ટીઆરપીમાં હંમેશા નંબર 1 પર રહે છે, આ શોની મુખ્ય અભિનેત્રીનું પાત્ર એટલે કે અનુપમાનુ પાત્ર રૂપાલી ગાંગુલી નિભાવી રહી છે, રૂપાલી ચાહકોના દિલ જીતવામાં નંબર 1 પર આવી ગઈ છે.
View this post on Instagram
શોમાં રૂપાલી ગાંગુલી વધારે સાડીમાં અને ક્યારેક ક્યારેક સલવાર સૂટમાં જોવા મળે છે. પરંતુ જણાવી દઇએ કે, રૂપાલી ગાંગુલ રિયલ લાઈફમાં બોલ્ડ લેડી છે. રૂપાલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. રૂપાલીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર તેના બિકી અવતારથી બધાને ચોંકાવી દીધા છે. રૂપાલી ગાંગુલીની ફેન ફોલોઈંગ પણ સોશિયલ મીડિયા પર એટલી બધી છે કે દરેક તસવીર અને વીડિયો આવતા જ વાયરલ થઈ જાય છે.
હવે રૂપાલીએ પોતાની એક ખૂબ જ બોલ્ડ તસવીર શેર કરી છે. જેમાં તે બિકી પહેરીને પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. આ તસવીરમાં રૂપાલી ગાંગુલી પૂલમાં છે અને તેની સાથે અન્ય કોઈ પણ જોવા મળી રહ્યું છે. આ તસવીર શેર કરતા રૂપાલીએ તેની મિત્ર કે તેની કઝિન બહેનને જન્મદિવસની શુભકામના પણ પાઠવી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ એક વખત રૂપાલીએ તેના પુત્ર સાથે પૂલમાં બિકી પહેરીને ફોટો શેર કર્યો હતો. જે ખુબ જ વાયરલ થયો હતો.
શોમાં સંસ્કારી વહુ જેવી દેખાતી અભિનેત્રી વાસ્તવિક જીવનમાં ઘણી બોલ્ડ અને સ્ટાઇલિશ છે. તસવીરમાં જોઈ શકાય છે કે રૂપાલી તેના મિત્ર સાથે પૂલમાં મસ્તી કરી રહી છે. કેમેરા સામે જોઈને અભિનેત્રી બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે. તેની આ તસવીર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. અભિનેત્રીએ ફરી એકવાર તેની કિલર તસવીરથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. તેની તસવીરને અત્યાર સુધીમાં લાખો લોકોએ લાઈક કરી છે. આ તસવીર જોયા પછી કોઈ માટે પણ એ માનવું મુશ્કેલ છે કે રૂપાલી 44 વર્ષની છે.
View this post on Instagram