રૂપાલી ગાંગુલીએ સલૂન બહાર મીડિયા ફોટોગ્રાફર્સને જોઇ છૂપાવ્યો ચહેરો, અનુપમા બોલી- તમે મારો ફોટો ના લઇ શકો…

રૂપાલી ગાંગુલી આજકાલ નાના પડદા પર રાજ કરી રહી છે. તેની સિરિયલ અનુપમા નંબર-1 બની ગઈ છે. રૂપાલી ગાંગુલીનો શો અનુપમા ટીઆરપી ચાર્ટ પર પહેલા સ્થાને રાજ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં અભિનેત્રીની ફેન ફોલોઈંગમાં નોંધપાત્ર વધારો થયો છે. હવે રૂપાલીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે મીડિયા ફોટોગ્રાફરથી પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી રહી છે. જ્યારે ફોટોગ્રાફર્સ તેને ફોટો ક્લિક કરવાનું કહે છે, ત્યારે તે કેમેરાથી ભાગતી જોવા મળે છે. હાલમાં જ રૂપાલી ગાંગુલીને મુંબઈમાં એક સલૂનની ​​બહાર સ્પોટ કરવામાં આવી હતી પરંતુ તે ફોટોગ્રાફર્સને તેની તસવીરો ક્લિક ન કરવા વિનંતી કરતી જોવા મળી હતી.

કારણ કે અભિનેત્રીએ વાળમાં તેલ લગાવેલુ હતું. આવી સ્થિતિમાં તેણે કેમેરા જોઈને પોતાનો ચહેરો છુપાવ્યો હતો અને ભાગતી જોવા મળી હતી. રૂપાલી ગાંગુલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં રૂપાલી કહી રહી છે કે તમે મારા ફોટા ના પાડો, મેં તેલ લગાવ્યું છે. તેના ફેન્સ આ વીડિયો પર અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. રૂપાલી ગાંગુલીના આ વીડિયોને લઈને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

રૂપાલી ગાંગુલી ટીવી સ્ક્રીનની બહાર ખૂબ જ સાદગીપૂર્ણ જીવન માટે જાણીતી છે. ફોટોગ્રાફર જ્યારે રૂપાલીને કેમેરા સામે પોઝ આપવાનું કહી રહ્યો હતો ત્યારે રૂપાલીએ શરમાઈને પોતાનો ચહેરો છુપાવી દીધો હતો. બન્યું એવું કે રૂપાલીએ તેના માથામાં તેલ નાખ્યું હતું અને આ જ કારણ હતું કે તે નહોતી ઈચ્છતી કે ફોટોગ્રાફર આવી હાલતમાં તેની તસવીર ક્લિક કરે. રૂપાલીએ ફોટોગ્રાફર્સની સામે પોતાનો ચહેરો છુપાવીને કહ્યું કે મારી તસવીર ન ક્લિક કરો, હું 10 મિનિટ પછી આવીશ, તેના પછી ક્લિક કરો.

જોકે ફોટોગ્રાફર્સ તેને કહી રહ્યા હતા કે તમે સારા દેખાઈ રહ્યા છો. પરંતુ રૂપાલી ફોટોગ્રાફરથી બચીને પાર્લરની અંદર જાય છે. રૂપાલીનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ શેર કર્યો છે. જેમાં રૂપાલી કહે છે કે મારા વાળમાં તેલ લગાવ્યુ છે. તેણે અપીલ કરી અને કહ્યું કે મને 20 મિનિટ આપો, હું આવું છું. જો કે, આ દરમિયાન એક ફેન તેની સાથે સેલ્ફી લેવા માટે આવે છે, તો તે તેને ના પાડતી નથી અને તેની સાથે સેલ્ફી ક્લિક કરે છે. જે બાદ ફેન્સ કહે છે કે હું તમારો મોટો ફેન છું. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે આ 100% છોકરીઓની સમસ્યા છે. એક પ્રશંસકે લખ્યું કે તેના વાળમાં તેલ હોવા છતાં રૂપાલી ખૂબ જ સુંદર લાગી રહી છે. એક યુઝરે લખ્યું કે તે જમીન સાથે જોડાયેલી અભિનેત્રી છે. તમને જણાવી દઈએ કે સારાભાઈ Vs સારાભાઈમાં મોનિષાએ એક સામાન્ય વહુની ભૂમિકા ભજવી હતી. લોકોને આ સિરિયલ ખૂબ જ પસંદ આવી રહી છે. ઘણા વર્ષો પછી તેણે ટીવી પર કમબેક કર્યું. અગાઉ રૂપાલી ગાંગુલી સીરિયલ પરવરિશ- કુછ ખટ્ટી કુછ મીઠીમાં જોવા મળી હતી. પરંતુ આ સીરિયલ 2013માં જ સમાપ્ત થઈ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, આ શોમાં લીડ એક્ટ્રેસ અનુપમાનું પાત્ર ભજવતી અભિનેત્રી રૂપાલી ગાંગુલીને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. જો તેની ફીની વાત કરીએ તો તેને શોમાં સૌથી વધુ ફી મળી રહી છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, તે એક એપિસોડ માટે 60 હજાર રૂપિયા લે છે. જો રૂપાલી મહિનામાં 20 દિવસ પણ કામ કરે છે, તો તેની માસિક આવક 12 લાખ રૂપિયા થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina