બાલ્કનીથી લઇને કિચન અને લિવિંગ એરિયા સુધી, અંદરથી આવું દેખાય છે અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીનું ઘર

પોપ્યુલર ટીવી ધારાવાહિક “અનુપમા”માં લીડ રોલ એટલે કે ટાઇટલ પાત્ર નિભાવી રહેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેના ખૂબસુરત ઘરની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અનુપમા ધારાવાહિકથી રૂપાલીને ઘરે ઘરે ઓળખ મળી છે.અનુપમાનું પાત્ર ભજવ્યા બાદ તો લોકો તેને એ જ નામથી બોલાવવા લાગ્યા છે. શોની જેમ તે રિયલ લાઇફમાં પણ ઘણી વ્યવસ્થિત છે. તેણે તેના ઘરને ઘણી ખૂબસુરતી સાથે સજાવ્યુ છે. રૂપાલી આ ખૂબસુરત ઘરમાં તેના પતિ અને દીકરા સાથે રહે છે. રૂપાલી અને તેના પતિ અશ્વિનનું એપાર્ટમેન્ટ ટોપ ફ્લોર પર છે. ઘરની બાલ્કનીમાંથી ઘણો જ ખૂબસુરત નજારો જોઇ શકાય છે.

રૂપાલી ઇશ્વર પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે. તેના ઘરમાં એક ખૂબસુરત મંદિર છે. તે દર વર્ષે ગણપતિ બપ્પાને પણ ઘરે લાવે છે અને ઘણી ધામધૂમથી તેમનું સ્વાગત કરે છે. રૂપાલાની ઘરનું ઇંટીરિયર ઘણુ ખાસ છે. તેણે ઘરની દિવાલોને ઘણી સારી રીતે સજાવી છે. ઘરની એન્ટ્રીમાં જ એક મોટો હોલ છે અને ત્યાં બેસી તે સૂકુનના પળ વીતાવે છે. અદાકારાની બેઠકમાં મોટા અને આરામદાયક સોફા છે, જેની પણ ઝલક તેની તસવીરોમાં જોવા મળે છે.

રૂપાલીએ તેના ઘપમાં એક સુંદર ટેંટ હાઉસ પણ રાખ્યુ છે. જેની ઝલક પણ તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. રૂપાલીના ઘરમાં ઓપન કિચન છે. તેમજ ખૂબ જ સરસ મેકઅપ રૂમ પણ છે. જયાં તે મી-ટાઇમ વીતાવે છે. અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીને લાગે છે કે કિંગ સાઇઝના સોફાનો ઘણો શોખ છે. આ માટે તેણે તેના આલીશાન ઘરમાં બ્લૂ કલરના કિંગ સાઇઝ સોફા રાખ્યા છે.

અભિનેત્રીના રૂમની બહાર એક ગલિયારો છે, જયાં આરામ કરવા માટે સોફા છે. રૂપાલી અને અશ્વિનના દીકરો રુદ્રાંશ પાસે એક સફેદ ચારપાઇ વાળો બેડ અને એક સ્પાઇડરમેન પોસ્ટર સાથેનો રૂમ છે. રૂપાલીનું ઘર સ્પેશિયસ, સિંપલ અને ખૂબસુરત છે. સુંદર વોલ પેઇન્ટિંગથી લઇને ફર્શ સુધી બધુ જ ખૂબસુરત છે. વ્હાઇટ ટાઇલ્સ વાળા ફ્લોરે રૂપાલીના ઘરને બ્રાઇટર અને સ્પેસિયસ બનાવી દીધુ છે.

જણાવી દઇએ કે, રૂપાલી ગાંગુલીએ 6 ફેબ્રુઆરી 2013ના રોજ અશ્વિન વર્મા સાથે લગ્ન કર્યા હતા. તેમનો એક દીકરો છે, જેનું નામ રુદ્રાંશ છે. રૂપાલી લગ્નના 12 વર્ષ પહેલાથી અશ્વિનને જાણતી હતી. તે બંને બેસ્ટ ફ્રેંડ હતા. જો કે, લગ્નના પાંચ વર્ષ પહેલા રૂપાલીને અશ્વિન સાથે પ્રેમ થઇ ગયો હતો.

રૂપાલીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે અશ્વિનને કોઈ બીજા સાથે લગ્ન કરવા દેવા માંગતી ન હતી. રૂપાલીના કહેવા મુજબ તેમનો સંબંધ એવો હતો કે ક્યારેય પ્રપોઝ કરવાની જરૂર પડી ન હતી. રુપાલી અને અશ્વિનના લગ્ન ખૂબ જ સાદગીથી થયા હતા. રૂપાલી અને અશ્વિને કોર્ટ મેરેજ કર્યા હતા.

રૂપાલીના પતિ લગ્ન પહેલા અમેરિકા રહેતા હતા અને ત્યાં એડ ફિલ્મો બનાવતા હતા. રૂપાલીના જણાવ્યા અનુસાર લગ્ન બાદ અશ્વિન અમેરિકામાં એક કંપનીમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. તમને જણાવી દઈએ કે રૂપાલી હાલમાં પતિ, પુત્ર અને સાસુ સાથે મુંબઈમાં રહે છે. રિપોર્ટ્સ અનુસાર રૂપાલીના પતિ અશ્વિન મુંબઈના પ્રખ્યાત બિઝનેસમેન છે. તે ક્રિએટિવ કંપની ‘ન્યૂયોર્ક લાઈવ આઈડિયાઝ કોર્પોરેશન’ના માલિક છે. આ કંપની પ્રોડક્શન હાઉસ સર્વિસ પણ પૂરી પાડે છે. રૂપાલી અને અશ્વિન તેમના પુત્ર રુદ્રાંશ સાથે તેમના મુંબઈના ઘરમાં ખુશીથી રહે છે.

એક ઈન્ટરવ્યુમાં રૂપાલીએ તેના પતિ અશ્વિન વિશે કહ્યું હતું કે ટીવી શોમાં તેના પતિને હઠીલા બતાવવામાં આવ્યા છે. પરંતુ તેનો પતિ અશ્વિન વાસ્તવિક જીવનમાં ખૂબ જ સપોર્ટિવ છે. જો હું અશ્વિન સાથે ન હોત તો હું આ સિરિયલ કરી શકી ન હોત. તેણે મને બહાર જઈને સિરિયલ કરવા કહ્યું. હું ખરેખર નસીબદાર છું.

તમને જણાવી દઈએ કે રૂપાલીએ પોતાના કરિયરની શરૂઆત 2000માં ટીવી સીરિયલ સુકન્યાથી કરી હતી. જોકે તેને 2003માં ટીવી શો ‘સંજીવની’થી ઓળખ મળી હતી. ‘સંજીવની’માં તેણે ડૉ.સિમરન ચોપરાનું પાત્ર ભજવ્યું હતું. આ પછી ટીવી સીરિયલ ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’માં મોનિષાના પાત્રને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું હતું. તે ‘પરવરિશઃ કુછ ખટ્ટી કુછ મીઠી’માં પણ જોવા મળી હતી.

રૂપાલીએ 2008માં એનિમેશન ફિલ્મ ‘દશાવતાર’માં પોતાનો અવાજ આપ્યો હતો. આ સિવાય તેણે ડાન્સ રિયાલિટી શો ‘જરા નચ કે દિખા’ અને રિયાલિટી ગેમ શો ‘ફિયર ફેક્ટર – ખતરોં કે ખિલાડી લેવલ 2’માં પણ ભાગ લીધો છે.

Shah Jina