ખૂબ જ ખૂબસુરત છે TVની અનુપમા ‘રૂપાલી ગાંગુલી’નું ઘર, સ્પેશિયસ બાલ્કની અને કિચન છે ખૂબ જ ખાસ

‘અનુપમા’ના ઘરની બાલ્કનીથી લઈ ડ્રોઈંગ રૂમ આટલો સુંદર છે, જુઓ PHOTOS

ટીવીની દુનિયાની મશહૂર અભિનેત્રી અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી આ દિવસોમાં ચર્ચામાં છે. અભિનેત્રીનો શો “અનુપમા” TRP લિસ્ટમાં ટોપ પર છે. આ શોએ થોડા જ સમયમાં દર્શકોનું દિલ જીતી લીધુ છે. અભિનેત્રી સતત આ શોને કારણે ચાહકોની ચાહત બનેલી છે.

તમને જણાવી દઇએ કે, રૂપાલી ગાંગુલી મુંબઇમાં રહે છે. જયાં તે તેના પતિ અને દીકરા સાથે જીવનમાં ઘણી ખુશ છે. રૂપાલીનું ઘર ઘણુ જ ખૂબસુરત છે. તેમણે ઘરને દમદાર વોલ પેંટિંગથી સજાવ્યુ છે. ત્યાં તેમના ઘરની સફેદ ફ્લોરિંગ ઘરને ક્લાસિ લુક આપે છે.

રૂપાલી એક સી વ્યુ ફ્લેટમાં રહે છે, જયાં તે રોજ સવારે ઘરની બાલકનીથી અરબ સાગરનો વ્યુ જુએ છે. ખરેખર મુંબઇમાં એક સી વ્યુ ફ્લેટ હોવો ઘણી મોટી વાત છે.

રૂપાલી ગાંગુલીએ 8 વર્ષ પહેલા એટલે કે 6 ફેબ્રુઆરી 2013ના રોજ અશ્વિન વર્મા સાથે લગ્ન કર્યા હતા. તેમનો એક દીકરો છે, જેનું નામ રુદ્રાંશ વર્મા છે. અશ્વિન અને રૂપાલીની મિત્રતા ઘણી જૂની છે. આ દિવસોમાં તેમણે કયારેય પણ એકબીજાને પ્રપોઝ કર્યુ નથી.

રૂપાલીની ઘરની વોલ પેંટિંગથી લઇને ફર્શ સુધી બધુ જ ખૂબસુરત છએ. વ્હાઇટ ટાઇલ્સવાળા ફ્લોરે રૂપાલીના ઘરને બ્રાઇટર અને સ્પેસિયસ બનાવી દીધુ છે.

રૂપાલીના ઘરના ખૂણાઓમાં છોડ છે, એક ઓપન કિચન છે અને એક સ્પેસિયસ બાલકની છે. આ ઉપરાંત એક લિવિંગ રૂમ છે. જેમાં મૈટેલિક ગોલ્ડ સોફા, એક સેંટર ટેબલ, એક મેચિંગ ટેબલ, એક મોટુ ટીવી, ઝૂમર અને ખૂબસુુરત પેંટિંગ છે.

રૂપાલી ગાંગુલીના ઘરમાં પૂજા માટે એક અલગ જગ્યા છે, જયાં ભગવાન ગણેશજીની પ્રતિમા છે. ગણેશ ઉત્સવ દરમિયાન અહીં બપ્પાની પૂજા  થાય છે. રૂપાલીના ઘરમાં અલગથી સ્પેસ છે, જેમાં વેનિટી લાઇટ સાથે કેટલીક મોટી અલમારિયા છે.

રૂપાલીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે,  તે અશ્વિનને કોઇ બીજા સાથે લગ્ન કરતી જોવા માંગતી ન હતી. રૂપાલી અનુસાર, તેમનો સંબંધ એવો હતો કે કયારેય તેમને પ્રપોઝ કરવાની જરૂરત પડી જ નહિ. રૂપાલી અને અશ્વિનના લગ્ન ખૂબ જ સિંપલ રીતે થયા હતા. તે બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા.

રૂપાલીના પતિ લગ્ન પહેલા અમેરિકામાં રહેતા હતા અને ત્યાં તેઓ એડ ફિલ્મો બનાવતા હતા. હાલ તો તેઓ પતિ, દીકરા અને સાસુ સાથે મુંબઇમાં રહે છે.

રૂપાલી અનુસાર તેમના પતિ મુબઇના ફેમસ બિઝનેસમેન છે. તે એક ક્રિએટીવ કંપની ન્યુયોર્ક લાઇવ આઇડિયાઝ કોર્પોરેશનના માલિક છે. આ કંપની પ્રોડક્શન હાઉસ સર્વિસ પણ પ્રોવાઇડ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

Shah Jina