અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીએ ખૂબ જ ખાસ અંદાજમાં મનાવ્યો પોતાનો જન્મદિવસ, તેની આ અદાઓ તમને કરી દેશે દીવાના

ટીવીના નંબર વન શો ‘અનુપમા’ દ્વારા ઘર-ઘરમાં ઓળખ મેળવનાપી અભિનેત્રી રૂપાલી ગાંગુલીનો 5 એપ્રિલે જન્મદિવસ હતો. રૂપાલીએ તેના જન્મદિવસ પર તેના પતિ સાથે લંચ ડેટ પર જવાની યોજના બનાવી, ત્યારે તેના પુત્ર રુદ્રાંશે તેને એવી પ્રેમ ભરેલી ભેટ આપી કે અભિનેત્રીનું દિલ ભરાઇ આવ્યુ. રુદ્રાંશે તેની મમ્મી અને અભિનેત્રી રૂપાલી ગાંગુલી માટે બર્થડે કાર્ડ બનાવ્યું હતુ. રૂપાલીએ આ ગિફ્ટને જન્મદિવસની શ્રેષ્ઠ ભેટ ગણાવી હતી અને કાર્ડનો ફોટો તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો. કાર્ડમાં લખ્યું છે, ‘હેપ્પી બર્થ ડે મમ્મા. હું તને પ્રેમ કરું છુ.’ રૂપાલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે કોઈ પણ માતા માટે આનાથી વધુ સારી બર્થડે ગિફ્ટ હોઈ શકે નહીં.

આ પહેલા ગૌરવ ખન્નાએ એક રોમેન્ટિક વીડિયો દ્વારા રૂપાલી ગાંગુલીને અગાઉથી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ‘અનુપમા’માં ગૌરવ ખન્ના અનુજ કાપડિયાના રોલમાં છે. શોમાં તેની અને રૂપાલીના પાત્ર એટલે કે અનુપમા વચ્ચે હાલમાં રોમેન્ટિક ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે. રૂપાલી અને ગૌરવ ખન્નાની કેમેસ્ટ્રી ચાહકોને પસંદ છે. ગૌરવ ખન્નાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રૂપાલી ગાંગુલીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતાં ગૌરવ ખન્નાએ લખ્યું, ‘તમારા બધા પ્રિય લોકો માટે #MaAn દિવસ.

રૂપાલી ગાંગુલીના જન્મદિવસના એક દિવસ પહેલા, હું તમને બધાને રિટર્ન ગિફ્ટ આપી રહ્યો છું. આશા છે કે આપ સૌને આ રિટર્ન ગિફ્ટ ગમશે. ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલીનો આ વીડિયો જોતજોતામાં જ વાયરલ થઇ ગયો હતો. રૂપાલી ગાંગુલીના કરિયરની વાત કરીએ તો તેણે માત્ર 7 વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરી દીધી હતી. તેણે બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત પિતા અનિલ ગાંગુલીની 1985માં આવેલી ફિલ્મ ‘સાહેબ’થી કરી હતી. આ પછી રૂપાલી ગાંગુલીએ કેટલીક ફિલ્મો અને ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું.

રૂપાલી ગાંગુલી 45 વર્ષની થઈ ગઈ છે. રૂપાલી ગાંગુલી છેલ્લા ઘણા સમયથી નાના પડદાનો એક ભાગ છે. રૂપાલી ગાંગુલીએ મોનિષા બનીને ટીવીની દુનિયા પર ઘણા વર્ષો સુધી રાજ કર્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ટીવી પર આવતા પહેલા રૂપાલી ગાંગુલી બોલીવુડમાં પણ પોતાનો સિક્કો જમાવી ચૂકી છે. રૂપાલી ગાંગુલીએ પોતાના કરિયરની શરૂઆત બોલિવૂડથી કરી હતી. રૂપાલી ગાંગુલીએ 6 ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મોમાં રૂપાલી ગાંગુલીએ ગોવિંદા, મિથુન ચક્રવર્તી અને અનિલ કપૂર જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.

રૂપાલી ગાંગુલીના 45મા જન્મદિવસના અવસર પર ટીવી જગત અને તેમના ચાહકોએ તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. અનુપમાના અનુજ ઉર્ફે ગૌરવ ખન્નાએ પણ તેણે જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા લાગણીશીલ પોસ્ટ લખી હતી. રૂપાલી ગાંગુલી ઉર્ફે અનુપમા પણ તેના ચાહકોને રિટર્ન ગિફ્ટ આપવા અને તેમના દિલ જીતવામાં પાછળ રહી ન હતી. રૂપાલી ગાંગુલીએ તેના ચાહકો તરફથી મળેલા જન્મદિવસ વિશેષનો ખૂબ જ સુંદર રીતે જવાબ આપ્યો. અનુપમા ઉર્ફે રૂપાલી ગાંગુલીએ તેના જન્મદિવસના ખાસ અવસર પર તેના Instagram પર એક રીલ પોસ્ટ કરી.

આ રીલમાં તે લાલ રંગની સાડી અને લીલા રંગના બ્લાઉઝમાં સુંદર લાગી રહી છે. આ વીડિયોમાં રૂપાલી ગાંગુલી કાન્હાના ગીત પર પોતાની સ્ટાઈલ બતાવતી જોવા મળી રહી છે. તેનો આ વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. રૂપાલી ગાંગુલીએ આ પોસ્ટ સાથે કેપ્શનમાં તેના ચાહકોનો આભાર માન્યો. પ્રશંસકોનો આભાર માનતા તેણે લખ્યું, ‘આભાર અને નસીબદાર. તમારા બધા સુંદર સંદેશા બદલ ખુબ ખુબ આભાર. તમારો પ્રેમ મળ્યા પછી હું મારી ખુશીને રોકી શકતી નથી. રૂપાલી ગાંગુલીની આ પોસ્ટ પર ચાહકો તેમના પ્રેમની પ્રશંસા કરી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, ‘સુંદર, હૃદયથી ઉમદા વ્યક્તિ રૂપાલીજીને જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન’. અન્ય એક યુઝરે લખ્યું, ‘તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો’. રૂપાલી ગાંગુલીની ફિલ્મોની વાત કરીએ તો, ફિલ્મ ‘દો આંખ બારહ હાથ’માં રૂપાલી ગાંગુલીએ નીતા નામની છોકરીનો રોલ કર્યો હતો. રૂપાલી ગાંગુલીને ફિલ્મ ‘દો આંખ બારહ હાથ’માં ગોવિંદા સાથે રોમાન્સ કરવાની તક મળી હતી. રૂપાલી ગાંગુલીએ 1997માં આવેલી ફિલ્મ ‘અંગારા’માં પણ કામ કર્યું હતું.

આ ફિલ્મમાં રૂપાલી ગાંગુલીએ મિથુન ચક્રવર્તી સાથે કામ કર્યું હતું. રૂપાલી ગાંગુલીએ પણ ફિલ્મ ‘મેરા યાર મેરા દુશ્મન’માં મિથુન ચક્રવર્તી સાથે સ્ક્રીન શેર કરી હતી. જોકે આ ફિલ્મમાં રૂપાલી ગાંગુલીનું પાત્ર ઘણું નાનું હતું. રૂપાલી ગાંગુલીએ 2011ની ફેમિલી ડ્રામા ફિલ્મ ‘સતરંગી પેરાશૂટ’માં પણ પોતાની અભિનય કુશળતા બતાવી છે. આ ફિલ્મમાં રૂપાલી ગાંગુલી જેકી શ્રોફ, રાજપાલ યાદવ અને કેકે મેનન જેવા સ્ટાર્સને ટક્કર આપતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ ફિલ્મમાં રૂપાલીએ સુમિત્રાનું પાત્ર ભજવ્યું હતું. રૂપાલી ગાંગુલી અનિલ કપૂરની ફિલ્મ ‘સાહબ’માં પણ જોવા મળી છે. જોકે, આ ફિલ્મમાં રૂપાલી ગાંગુલીનું પાત્ર થોડા સમય માટે જ જોવા મળ્યું હતું. રૂપાલી ગાંગુલીએ વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બાંકે કી ક્રેઝી બારાત’માં પણ કામ કર્યું છે. આ ફિલ્મમાં રૂપાલી ગાંગુલીએ રાજપાલ યાદવ અને ટિયા બાજપાઈ જેવા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી હતી.

Shah Jina