અનુપમા : બાના ખરી-ખોટી સંભળાવ્યા બાદ પણ અનુપમા પર ના થઇ તેની કોઇ અસર, એવા કપડા પહેરીને આવી કે અનુજના પણ હોંશ ઉડી ગયા

સ્ટાર પ્લસના શો અનુપમામાં પોતાના શાનદાર અભિનય માટે પ્રશંસા મેળવી રહેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલી આ દિવસોમાં તેના ફોટા અને વિડીયોને કારણે ચર્ચામાં છે. ફરી એકવાર રૂપાલી ગાંગુલીએ પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પ્રેમી છે અને તેના ફોટો-વિડિયો શેર કરવાની કોઈ તક ચૂકતી નથી. રૂપાલીના ફેન્સ પણ તેના ફોટો વીડિયોની આતુરતાથી રાહ જુએ છે. એવામાં રૂપાલી ગાંગુલી તેના ફેન્સને નિરાશ થવા દેતી નથી.

વાસ્તવમાં રૂપાલી ગાંગુલીએ તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં રૂપાલી ગાંગુલીનો એકદમ ફ્રેશ લુક જોવા મળી રહ્યો છે. તસવીરોમાં અભિનેત્રી પિંક લહેંગામાં સુંદર લાગી રહી છે. તસવીરોમાં રૂપાલી ગાંગુલી વાંકડિયા વાળમાં જોવા મળી રહી છે, જે તેના પર ખૂબ જ સૂટ પણ કરી રહ્યા છે. કપાળ પર બિંદી અને નાકમાં નથ રૂપાલી ગાંગુલીની સુંદરતામાં વધારો કરે છે. અભિનેત્રીએ મેચિંગ લેહેંગા બંગડીઓ પહેરી છે.

રૂપાલી ગાંગુલીની આ તસવીરોને ઘણા ઓછા સમયમાં લાખો લાઈક્સ મળી ચુકી છે. તેના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે ફેન્સ તેની તસવીરોને કેટલી પસંદ કરી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે રૂપાલીની તસવીર સોશિયલ મીડિયા પર આટલી વાયરલ થઇ હોય. રૂપાલી ગાંગુલી તેનો કોઈ પણ ફોટો અને વીડિયો શેર કરે છે તો તે જોતજોતામાં જ વાયરલ થઈ જાય છે.

તસવીર શેર કરતાની સાથે રૂપાલીએ લખ્યું, ‘હું દરેકનો આભાર વ્યક્ત કરું છું. મને 20 લાખ ફોલોઅર્સ મળ્યા છે.’ રૂપાલી ગાંગુલીએ આગળ લખ્યું, ‘અનુપમા માટે મને જે પ્રતિસાદ મળી રહ્યો છે તેના માટે હું તમારો આભાર માનું છું. આશા છે કે હું બધા સાથે વાત કરીશ. હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું અને મારી સાથે હોવા બદલ હું હંમેશા તમારા બધાની આભારી રહીશ. તમારો પ્રેમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને બધાને ખૂબ પ્રેમ. આભાર

રૂપાલી ગાંગુલી આ તસવીરોમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. રૂપાલી ગાંગુલી અવારનવાર તેના ચાહકો સાથે વાત કરે છે. અનુપમામાં રૂપાલી ગાંગુલી ઉપરાંત મદાલસા શર્મા, સુધાંશુ પાંડે અને ગૌરવ ખન્ના મહત્વના રોલમાં છે. રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

Shah Jina