અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીએ શાનદાર અંદાજમાં ઉજવ્યો પોતાનો 45મો જન્મદિવસ, પરિવાર અને અનુપમાના સેટની પાર્ટીની ધમાકેદાર તસવીરો આવી સામે

‘અનુપમા’ ધારાવાહિકથી ઘર ઘરમાં જાણીતી રૂપાલી ગાંગુલીએ તાજેતરમાં જ તેનો 45મો જન્મદિવસ ઉજવ્યો હતો. ગુરુવારે, રૂપાલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના જન્મદિવસની ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી હતી. રૂપાલીએ શોના સેટ પર કલાકારો અને ટીમ સાથે પણ જન્મદિવસની ઉજવણી કરી હતી. આ સાથે તેણે પોતાનો જન્મદિવસ પરિવાર સાથે પણ ઉજવ્યો હતો. તેણે જન્મદિવસની ઉજવણીની ઘણી તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કર્યા છે. કેટલીક તસવીરોમાં રૂપાલી ગાંગુલી તેના પતિ અશ્વિન અને પુત્ર રુદ્રાંશ સહિત તેના પરિવાર સાથે પોઝ આપતી જોવા મળે છે.

તો કેટલીક તસવીરોમાં રૂપાલી ગાંગુલી તેના જન્મદિવસ પર મળેલી ભેટને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. રૂપાલીને તેના 45માં જન્મદિવસ પર ઘણી સુંદર ભેટો મળી હતી. રૂપાલી ગાંગુલીનો જન્મદિવસ પણ અનુપમા શોના સેટ પર સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. રૂપાલીએ ચાહકોને આની ઝલક પણ બતાવી. આમાં, શોના કલાકાર અને ટીમ તેની સાથે દેખાઈ રહી છે. રૂપાલી ગાંગુલી આગળ ઘણી કેક પણ જોવા મળી રહી છે.

આ તસવીરમાં સુધાંશુ પાંડે, ગૌરવ ખન્ના, અલ્પના બુચ અને આશિષ પણ છે. આ તસવીરો શેર કરતાં, રૂપાલી ગાંગુલીએ લખ્યું, “જે દિવસે હું એક વર્ષ મોટી થઈ…ના મારો મતલબ નાની, જન્મદિવસ 2022!!” ઉલ્લેખનીય છે કે, રૂપાલી ગાંગુલી આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત છે. રૂપાલી ગાંગુલી અનુપમા અને પ્રિક્વલ માટે એકસાથે શૂટિંગ કરી રહી છે. આવી સ્થિતિમાં રૂપાલી ગાંગુલીએ સેટ પર જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

રૂપાલી ગાંગુલીની બર્થડે પાર્ટીની શાનદાર તસવીરો સામે આવી છે. અનુપમાના નિર્માતા રાજન શાહીએ રૂપાલી ગાંગુલી માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં અનુપમાની આખી ટીમ હંગામો મચાવતી જોવા મળી હતી. રૂપાલી ગાંગુલીના જન્મદિવસની ઉજવણીના બહાને સમગ્ર શાહ પરિવાર એક છત નીચે એકત્ર થયો હતો. પાર્ટી દરમિયાન ગૌરવ ખન્ના રૂપાલી ગાંગુલીને કેક ખવડાવતો પણ જોવા મળ્યો હતો.

તમને જાણીને નવાઈ લાગશે કે રૂપાલી ગાંગુલીના જન્મદિવસ પર ગૌરવ ખન્નાના અસલી માતા-પિતા પણ પહોંચ્યા હતા. જન્મદિવસ પર ગૌરવ ખન્નાના માતા-પિતાએ રૂપાલી ગાંગુલીને આશીર્વાદ આપ્યા હતા. રૂપાલી ગાંગુલીના જન્મદિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અનુજ અને અનુપમાને એકસાથે જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે.

આ દરમિયાન રૂપાલી ગાંગુલીના ચાહકોએ તેના માટે સુંદર કેક પણ મોકલી હતી. આ કેકની તસવીર શેર કરતી વખતે રૂપાલી ગાંગુલીએ તેના ફેન્સનો આભાર માન્યો છે. આ વખતે અનુપમાના જન્મદિવસે વનરાજ અને બા પણ તેમની દુશ્મની ભૂલી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Angel Jiya (@angeljiya15)

તસવીરમાં અલ્પના બુચ અને સુધાંશુ પાંડે રૂપાલી ગાંગુલી સાથે પોઝ આપી રહ્યાં છે. રૂપાલી ગાંગુલીના જન્મદિવસને 2 દિવસ થઈ ગયા છે છત્તાં પણ હજી ફેન્સ રૂપાલી ગાંગુલીને તેના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર સતત અભિનંદન આપી રહ્યા છે.

Shah Jina