ઈતિહાસમાં પહેલી વાર સુરત ક્રાઇમ બ્રાન્ચમાં મહિલા DCPની નિમણૂક, પોણા બે મહિનાના બાળકને ઘરે મૂકીને…

સ્ત્રી મા બને ત્યારે વધુ મજબૂત બની જાય, પોણાબે મહિનાના બાળકને ઘરે મૂકીને રૂપલ સોલંકીએ ચાર્જ સંભાળ્યો, જુઓ

ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા લોકોમાં પોલિસનો હંમેશા ડર જોવા મળે છે. પોલિસ વિભાગમાં પુરુષ અધિકારીઓનું વર્ચસ્વ વધુ જોવા મળે છે. પરંતુ છેલ્લા કેટલાક વરિષોમાં મહિલા અધિકારીઓ પણ આ બાબતે આગળ નીકળતી જોવા મળી રહી છે. ગુજરાતના પોલિસ ઇતિહાસમાં પહેલીવાર મહિલા DCPને ક્રાઇમ બ્રાન્ચનો હવાલો સોંપવામાં આવ્યો છે. રૂપલ સોલંકી કે જેઓ 14 ફેબ્રુઆરીના રોજ માતા બન્યા છે તેમણે સુરત ક્રાઇમ બ્રાંચના DCP તરીકે ચાર્જ સંભાળ્યો છે. ક્રાઇમ રેટ ઘટાડવા માટે શહેરમાં ટીમ સાથે મળીને પ્રયાસ કરવામાં આવશે અને સાથે જ SHE ટીમ વધુ રસ સાથે મહિલાઓ સાથેના અત્યાચાર ઓછા થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.

રૂપલ સોલંકીએે ક્રાઇમ બ્રાંચના મહિલા DCP તરીકેનો ચાર્જ સંભાળતા જ જણાવ્યુ કે, સ્ત્રી મા બને ત્યારે વધુ મજબૂત બને છે. તેમણે આગળ જણાવ્યુ કે, પોલિસ વિભાગમાં મહિલા-પુરુષ જેવો કોઇ ભેદભાવ હોતો નથી. તેમને ભેદભાવ જેવું કયારેય ફિલ થયુ નથી. જે પણ જવાબદારી મળે તેને નિષ્ઠાથી નિભાવવાની હોય છે. તેમણે જણાવ્યુ કે, સુરતમાં પ્રથમવાર આવી જવાબદારી મળી છે અને તેઓ તેને નિભાવવા માટે ઘણા ઉત્સુક છે.

જણાવી જઇએ કે, રૂપલ સોલંકીએ 14 ફેબ્રુઆરીના રોજ તેમના બીજા બાળક તરીકે દીકરાને જન્મ આપ્યો હતો. તેમણે કહ્યુ કે, તેમણે મેરીકોમ ફિલ્મ જોઇ હતી અને તેમાં તે પોતાના જોડિયા સંતાન સાથે તાલિમ મેળવવા કોચ પાસે જતી. આ ફિલ્મનો તેમને એક ડાયલોગ પણ યાદ છે, જેમાં કહેવામાં આવે છે કે, સ્ત્રી માતા બને ત્યારે વધુ મજબૂત થઈ જતી હોય છે. હું મારા કામની સાથે પરિવારની પણ જવાબદારી સંભાળીશ.

સુરતમાં ક્રાઇમ રેટ ઘટાડવા માટે સરકાર સાથે અને કમિશનરના માર્ગદર્શન પ્રમાણે કામ કરવાનું રૂપલ સોલંકીએ કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યુ કે, શહેરમાં મહિલાઓ માટે શી ટીમ કામ કરે છે. આ ટીમમાં પણ હું રસપૂર્વક કામ કરીશ. સાથે જ બાળકોને લગતા ગુનાઓનું પ્રમાણ ઘટે તે માટે પણ પ્રયાસો કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું હતું.

Shah Jina