હાઇવે પર સડસડાટ દોડી રહેલી SUV કારમાં સ્ટેયરીંગ પરથી હાથ અને બ્રેક પરથી પગ લઈને પત્ની સાથે મસ્તી કરતો જોવા મળ્યો યુવક અને પછી…

બાળકને પાછળની સીટ પર બેસાડીને સડસડાટ દોડતી કારમાં જ સીટ પર કપલ કરી રહ્યું હતું આવી હરકત, વીડિયો જોઈને લોકો ભરાયા ગુસ્સે…

આજકાલ લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અવનવા અખતરા કરતા હોય છે. જેમાં કેટલીક એવી એવી વસ્તુઓ તે કરે છે, જેના કારણે તેમના વ્યૂઝ અને ફોલોઅર્સ વધતા હોય છે, પરંતુ ઘણીવાર આવું કરવામાં લોકો અણધાર્યા મૃત્યુને પણ આમંત્રણ આપી બેસતા હોય છે, આવી ઘટનાઓ તમે પણ જોઈ હશે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ કારનું સ્ટેયરીંગ છોડીને, બ્રેક પરથી પગ હટાવીને પત્ની સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. હવે આ વીડિયોને જોઈને લોકોને ખુબ જ ગુસ્સો આવી રહ્યો છે અને આ વ્યક્તિને ખરી ખોટી સંભળાવી રહ્યા છે. કારણ કે કારમાં તેમની સાથે એક બાળક પણ છે.

ટેક્નોલોજીએ મનુષ્યનું કામ સરળ બનાવ્યું છે. પરંતુ જો તેનો ઉપયોગ ખોટા હેતુ માટે કરવામાં આવે તો તે મુશ્કેલી પણ સર્જી શકે છે. યૂઝર્સ વાયરલ વીડિયોને લઈને કંઈક આવી જ કોમેન્ટ કરી રહ્યા છે. જેમાં એક વ્યક્તિ Advanced Driver Assistance System (ADAS) મોડમાં મહિન્દ્રા XUV700 ચલાવી રહ્યો છે. તે પણ રીલ બનાવવા માટે. તેની સાથે એક મહિલા અને બાળક પણ છે.

આ વીડિયોને લઈને હાલમાં રાજસ્થાનની સવાઈ માધોપુર પોલીસે પણ આ મામલાની નોંધ લીધી છે. ADASનું મૂળભૂત કાર્ય અકસ્માતોને ઘટાડવામાં ડ્રાઇવરને મદદ કરવાનું છે, પરંતુ વીડિયોમાં દેખાતો વ્યક્તિ આ ટેક્નોલોજીનો દુરુપયોગ કરી રહ્યો હોય તેવું લાગે છે. મહિન્દ્રા XUV700ને ADAS મોડમાં મૂકીને તે મહિલા સાથે મસ્તી કરી રહ્યો છે. ક્યારેક તે ડ્રાઇવિંગ સીટ પર બેસીને તેના બંને પગ સીટ પર રાખે છે તો ક્યારેક તે બાળકને ખોળામાં ઉઠાવીને તેને રમાડવા લાગે છે. તેનું ધ્યાન રસ્તા તરફ બિલકુલ નથી.

પાછળની સીટ પર બેઠેલો એક વ્યક્તિ તેનો વીડિયો બનાવી રહ્યો છે. આ સમય દરમિયાન કાર હાઇવે પર દોડી રહી છે. વિડીયોના બેકગ્રાઉન્ડમાં ગીત ‘સુરીલી આંખિયો વાલે…’ વાગી રહ્યું છે. આ વીડિયો ગયા અઠવાડિયે અફસર ઘુડાસી (afsar_ghudasi44) નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો હતો. જે હવે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Niraj Patel