ખબર

શું ગુજરાતમાં ફરી પાછું લાગી શકે છે લોકડાઉન ? જાણો રૂપાણી સરકારે શું લીધો નિર્ણય

કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. ત્યારે આ દિવાળીના સમયમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળતા જોવા મળ્યા, ત્યારે અમદાવાદીઓ પણ તેમાં પાછળ નથી રહ્યા. દિવાળીના સમયમાં અમદાવાદીઓ સંક્રમણનો ખતરો વધારે પ્રમાણમાં જોવા મળ્યો છે.

Image Source

ત્યારે હવે ગુજરાતીઓને એક ચિંતા સતાવી રહી છે કે શું ફરી પાછુ ગુજરાતની અંદર લોકડાઉન લાગી શકે છે? ત્યારે આ બાબતે ગુજરાત સરકારના અધિક મુખ્ય સવિચ ડો. રાજીવ કુમાર ગુપ્તાએ સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છે કે : “રાજ્યમાં હાલ લોકડાઉનનું સરકારનું કોઈ આયોજન નથી. લોકડાઉનની વાતો અફવા છે અને તદ્દન પાયાવિહોણી છે. જેના કારણે ગુજરાતની જનતાએ આવી કોઈ ધ્યાને ના લેવી.”

Image Source

સરકાર દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાત સરકાર પાસે કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણની પૂરતી સુવિધા છે. ઉલ્લેખનીય છે કે દિવાળીમાં અમદાવાદના બજારો ખરીદી કરવા માટે ઉભરાયા હતા. અને ત્યારબાદ છેલ્લા 5 દિવસની અંદર કોરોના સંક્રમણના મામલાઓમાં પણ તોતીંગો વધારો થયેલો જોવા મળી રહ્યો છે.