મનોરંજન

કેબીસી-11 આર્થિક તંગીને લીધે થઇ હતી બાળકની મૃત્યુ, પછી આવી રીતે બદલાવી નાખી 22,000 મહિલાઓની કિસ્મત

સદીના મહાનાયક દ્વારા હોસ્ટ ‘કૌન બનેગા કરોડ પતિ’ શો માં ગઈકાલના શુક્રવારે રાજસ્થનાના બાડમેરની રહેનારી રુમા દેવીએ ભાગ લીધો હતો. કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં પહોંચેલી રૂમાદેવીનું જીવન ખુબ જ સંઘર્ષથી ભરેલું રહ્યું હતું. શો ના દરમિયાન રુમા દેવીએ પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસાઓ અમિતાભજીની સામે કર્યા હતા.

Image Source 

રૂમા દેવીએ જણાવ્યું હતું કે તેના લગ્ન માત્ર 17 વર્ષની ઉંમરમાં જ થઇ ગયા હતા. રૂમા દેવીએ પોતાની સાથે સાથે અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવી છે. રૂમા દેવીએજણાવ્યું કે તે 22,000 મહિલાઓને પોતાની આવડતની ટ્રેનિંગ આપી ચુકી છે અને તેઓના જીવનને બદલાવી નાખ્યું છે.

Image Source

અમિતાભજી પણ તેના કામથી ખુબ જ પ્રેરિત થયા હતા અને ઘણા મૌકાઓમા અમિતાભજી પણ ભાવુક થી ગયા હતા. રૂમા દેવીને વર્ષ 2018 માં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે નારી શક્તિ એવોર્ડથી પણ સ્નમાનિત કરવામાં આવી હતી.  રૂમા દેબીએ કહ્યું કે,”મારા જ્યારે લગ્ન થયા ત્યારે અમારો પરિવાર ખુબજ ગરીબ હતો અને પૈસા કમાવા માટેનો કોઈ રસ્તો પણ ન હતો, અને મેં નક્કી કર્યું કે કંઈક તો કરવું જ પડશે”.

Image Source

”જેના પછી મેં ભરતકામ કરવાનું નક્કી કર્યું, સૌથી પહેલા તો અમે 10 મહિલાઓએ મળીને બેગ-થેલા બનાવવાનું કામ શરૂ કર્યું. શરૂઆતમાં તો ઘરના અને બહારના લોકોની આલોચના પણ સાંભળવી પડી હતી. જેના પછી ગ્રામીણ વિકાસ ચેતના સંસ્થાનને જ્યારે અમારા કામની જાણ થઇ તો તેઓને અમારું કામ ખુબ જ પસંદ આવ્યું”.

Image Source

રુમા દેવીને પહેલાથી જ ભરતકામ આવડતું હતું પણ પહેલા તેને કઈ વધારે ફાયદો થતો ન હતો. ગ્રામીણ વિકાસ ચેતના સંસ્થાન સાથે જોડાયા પછી તેને પહેલા કરતા વધારે પૈસા મળવા લાગ્યા. રુમાએ તેના પછી શલવાર-ડ્રેસ-દુપટ્ટા  બનાવવાનું કામ પણ શરૂ કર્યું હતું. રુમાએ જાતે જ ફેશન શો નું આયોજન કર્યું અને કપડાનો પ્રચાર કર્યો.

Image Source

જણાવી દઈએ કે શો માં રુમાએવીનો સાથ આપવા માટે બૉલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા પણ પહોંચી હતી. સોનાક્ષી સિંહા પણ રૂમાદેવીના કામથી ખુબ પ્રભાવિત થઇ હતી અને તેણે રૂમાદેવીના પ્રોડક્ટની બ્રેન્ડ એમ્બેસ્ડર બનવાનું પણ નક્કી કર્યું છે.

Image Source 

રૂમાદેવી એ કહ્યું કે,”લગ્નના દોઢ વર્ષ પછી તેને દીકરાનો જન્મ થયો હતો. પણ તેનું સ્વાથ્ય ઠીક ન હોવાને લીધે તે માત્ર 48 કલાકમાં જ મૃત્યુ પામ્યો હતો કેમ કે તેનો મોંઘો ઈલાજ કરવવા માટે પૈસા ન હતા. જેના પછી મેં નક્કી કર્યું કે જે મારી સાથે થયું છે તે હું બીજા કોઈ સાથે થવા નહિ દઉં”.

Image Source

જીતેલા પૈસાનું રૂમાદેવી શું કરશે તેના પર જવાબ અપાતા રૂમા દેવીએ કહ્યું કે,”બાડમેરમાં જ્યારે અમને દોરા-ધાગાની જરૂર પડે છે ત્યારે તે દિલ્લીથી મગાવવા પડે છે. કપડા દક્ષિણ ભારતમાંથી આવે છે. આ બધા માટે ઘણા દિવસો લાગી જાય છે. એવામાં હું ઇચ્છુ છું કે કોઈ સુવિધા કેન્દ્ર બનાવવામાં આવે જ્યાંથી બધો જ સામાન મળી જાય’. રુમા દેવી 12.50 લાખ રૂપિયા જીતવામાં કામિયાબ રહી અને શો માં હૂટર વાગી જાય છે.