ખબર

લૉકડાઉન બાદ આટલી વાતો ખાસ ધ્યાનમાં રાખજો, કમિશનર વિજય નેહરાએ આપ્યો સંકેત

ગુજરાતમાં લોકડાઉન હોવા છતાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, એમાં પણ રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. ત્યારે સોમવારે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ શહેરની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદમાં કોરોનાને માત આપીને ડિસ્ચાર્જ થનારા લોકોની સંખ્યા ધીરે-ધીરે વધી રહી છે. સાથે જ તેમને જણાવ્યું હતું કે લૉકડાઉન ખુલ્યા બાદ સિનિયર સિટિજન તેમજ હાર્ટ, ડાયાબિટિસ કે અન્ય કોઈ ગંભીર બીમારી હોય એવા લોકોનું ખાસ ધ્યાન રાખવું.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું કે યુવાનો અને એવી વ્યક્તિઓ કે જેમને બીજી કોઈ બીમારી ન હતી, એવા લોકો કોરોનાને આસાનીથી માત આપી રહયા છે. સાથે જ ગંભીર બીમારી ધરાવતા લોકોને ઘરોની બહાર ન નીકળવા અપીલ કરી છે. કારણ કે વૃદ્ધો અને ગંભીર બીમારી ધરાવતા લોકો માટે કોરોના ઘાતક બની રહ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું કે હવે આઠ દિવસમાં કોરોનાના કેસ ડબલ થઇ શકે છે, લોકડાઉનનો સીધો જ ફાયદો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 22 હજારથી વધુ ટેસ્ટ થઇ ચુક્યા છે. અને આ આંકડો સતત વધી રહ્યો છે.

Image Source

સાથે જ તેમને લોકોને કેટલાક સૂચનો કર્યા છે કે જેનું પાલન લોકડાઉન ખુલ્યા બાદ કરવું પડશે. તેમને કહ્યું કે કોરોનાને હરાવવા માટે કેટલીક આદતો બદલવી પડશે અને અમુક વાતોનું ધ્યાન રાખવું પડશે.

– જાહેરમાં માસ્ક પહેરવું

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે હવે આવતા ઘણા મહિનાઓ સુધી આપણે નાક અને મોઢું ઢાંકવાની આદત નાખવી પડશે. લોકડાઉન ખુલ્યા પછી પણ લોકોએ જાહેરમાં માસ્ક પહેરવું પડશે. અમદાવાદનું તંત્ર પણ એવા પ્રયાસો કરી રહ્યું છે કે જેનાથી માસ્ક ઉપલબ્ધ થાય.

Image Source

– દુકાનોમાં રાખવા પડશે સેનિટાઇઝર

લોકડાઉન બાદ જયારે દુકાનો ખુલશે ત્યારે દરેક દુકાનદારે પોતાની દુકાનમાં સેનિટાઇઝરની વ્યવસ્થા કરવી પડશે. કોઈ પણ વ્યક્તિ દુકાનમાં પ્રવેશે અને કોઈ વસ્તુને અડે એ પહેલા તેમને સેનિટાઇઝરથી હાથ સાફ કરવાનું કહેવું પડશે. દુકાનદારોએ પણ વારંવાર હાથ ધોવા પડશે અથવા સેનિટાઇઝરથી હાથ સાફ કરવા પડશે.

– જાહેરમાં થૂંકવા પર થશે દંડ

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના જણાવ્યા અનુસાર લોકડાઉન ખુલ્યા બાદ જાહેરમાં થૂંકવા પર આકરો દંડ વસુલવામાં આવશે અને એ માટે ટીમો ગોઠવવામાં આવશે.

Image Source

– ખાનગી વાહનોમાં મુસાફરી

લોકોએ ખાનગી વાહનોમાં મુસાફરી કરતા સમયે પણ સોશિયલ ડિસ્ટન્સિંગના તમામ નિયમોનું પાલન કરવું પડશે. એમ તો પોતાના વાહનોમાં એકથી વધુ લોકોને મુસાફરી કરવાની આદત હોય છે, પણ લોકડાઉન ખુલ્યા બાદ ટુ-વ્હીલરમાં ફક્ત એક જ વ્યક્તિ અને કારમાં એક કે બે વ્યક્તિ મુસાફરી કરે તેમ જણાવવામાં આવ્યું છે.

અમદાવાદમાં કોરોનાના કેસનોની સંખ્યા વધતી જ જાય છે. સોમવાર સવાર સુધીમાં શહેરમાં કુલ એક્ટિવ કેસ 1854 છે. જેમાંથી 43 લોકો વેન્ટિલેટર પર અને 1811ની હાલત સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં 18 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં શહેરમાં કોરોનાને માત આપી ચૂકેલા 211 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.