ખબર

નવા વર્ષ 2020 માં બદલાઈ જશે આ 6 નિયમો: નહીં જાણો તો પડશે મુશ્કેલી

વર્ષ 2019 ખતમ થવાને આડે માત્ર કેટલાક કલાકો જ બચ્યા છે ત્યારે નવું વર્ષ શરુ થતાની સાથે જ ઘણા બધા નિયમો પણ બદલાઈ રહયા છે. નવા વર્ષે જે નિયમો બદલાઈ રહયા છે તેની અસર આપણા જીવન પર પણ પડશે. તો ચાલો જાણીએ કે 1 જાન્યુઆરી 2020થી કયા નિયમોમાં બદલાવ થઇ રહ્યો છે –

– 1 જાન્યુઆરી 2020થી NEFT દ્વારા ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નહિ

Image Source

નવા વર્ષમાં, ગ્રાહકોને બેંકો તરફથી નવી ભેટ મળી છે. 1 જાન્યુઆરી 2020થી, ગ્રાહકે બેંકોમાંથી NEFT દ્વારા કરવામાં આવતા કોઈ પણ લેવડ-દિવસ પર કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. 16 ડિસેમ્બરથી 24 કલાક NEFT ટ્રાન્ઝેક્શન સેવા શરૂ કરવામાં આવી હતી.

– બંધ થઇ જશે SBIના મેગ્નેટિક સ્ટ્રીપ કાર્ડ

Image Source

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાના બધા જ ગ્રાહકો માટે મેગ્નેટિક સ્ટ્રીપ કાર્ડ બદલીને ઈએમવી ચિપ અને પિન બેસ્ડ કાર્ડ્સમાં બદલવાનું કહયું હતું. મેગ્નેટિક સ્ટ્રીપવાળા કાર્ડ બદલવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2019 હતી. 1 જાન્યુઆરી 2020 થી આ કાર્ડ કામ નહિ કરે અને જો કાર્ડ નહિ બદલો તો તમારું કાર્ડ બ્લોક થઇ જશે અને અને તમે એનાથી ટ્રાન્ઝેક્શન નહિ કરી શકો. કાર્ડ રિપ્લેસમેન્ટ અત્યારે ફ્રી ઓફ કોસ્ટ છે.

– 1 જાન્યુઆરી 2020થી ઈન્ક્મટેક્સ રિટર્નના દંડની રકમ 10000 રૂપિયા થઇ જશે

Image Source

નાણાકીય વર્ષ 2018-19 માટે, 31 માર્ચ 2020 સુધીમાં આવકવેરા રીટર્ન ફાઇલ કરી શકાય છે, પરંતુ જો તમે 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઇલ કરશો તો લેટ ફી ઓછી લાગશે. તારીખ લંબાવી લીધા બાદ 31 ઓગસ્ટ સુધી રિટર્ન ફાઇલ કરવા પર કોઈ દંડ થશે નહીં. 31 ઓગસ્ટથી 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઇલ કરવા પર 5000નો દંડ લાગશે. 1 જાન્યુઆરી 2020થી દંડની રકમ વધીને 10,000 રૂપિયા થશે. જો કે, જેમની આવક પાંચ લાખથી ઓછી હશે, તેમની પાસેથી ફક્ત 1000 રૂપિયા દંડ લેવામાં આવશે.

– ‘સબકા વિકાસ યોજના’ 31 ડિસેમ્બર 2019એ સમાપ્ત

Image Source

સર્વિસ ટેક્સ અને એક્સાઈઝ ડ્યુટીને લગતા જૂના પેન્ડિંગ વિવાદિત કેસોના નિરાકરણ માટે રજૂ કરવામાં આવેલી ‘સબકા વિશ્વાસ યોજના’ 31 ડિસેમ્બર 2019 ના રોજ સમાપ્ત થાય છે. યોજના આગળ વધારવાની સંભાવના નથી. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સર્વિસ ટેક્સ અને એક્સાઈઝ ડ્યુટીને લગતા જુના વિવાદોના સમાધાન માટે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં આ યોજનાની ઘોષણા કરી હતી. આ યોજનાનું નામ સબકા વિશ્વાસ યોજના 2019 રાખવામાં આવ્યું હતું.

– નવું GST રિટર્ન ફાઇલિંગ સિસ્ટમ 1 જાન્યુઆરી 2020થી લાગુ

Image Source

GST રજિસ્ટ્રેશનને સરળ બનાવવા માટે આધાર દ્વારા જીએસટી રજિસ્ટ્રેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 2 મહિના વધારીને 30 ઓગસ્ટ 2019 કરવામાં આવી હતી, જ્યારે નવી જીએસટી રીટર્ન ફાઇલિંગ સિસ્ટમ 1 જાન્યુઆરી 2020થી અમલમાં આવશે.

– પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવો –

Image Source

1 જાન્યુઆરી 2020થી સૌથી મોટો ફેરફાર પાનકાર્ડને લઈને કરવામાં આવી રહ્યો છે. જો તમે 31 ડિસેમ્બર સુધીમાં તમારું પાનકાર્ડ આધાર સાથે લિંક કર્યું નથી, તો તમારું પાનકાર્ડ 1 જાન્યુઆરીથી કામ કરશે નહીં. જો તમારું પાનકાર્ડ માન્ય નહિ હોય, તો પછી તમે આવકવેરા, રોકાણ અથવા લોન વગેરે સંબંધિત કોઈપણ કામ કરી શકશો નહીં.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.