સીમકાર્ડના નિયમોમાં મોદી સરકારે કર્યો મોટો ફેરફાર, લોકોને થશે મોટા ફાયદા

જો તમે નવો મોબાઇલ નંબર અથવા ટેલિફોન કનેક્શન લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક રાહતના સમાચાર છે. વાસ્તવમાં, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોબાઈલ નંબર અથવા ટેલિફોન કનેક્શન લેવા માટે KYC સંપૂર્ણપણે ડિજિટલ કરી દીધી છે.

સરકારે સેલ્ફ-KYC (એપ આધારિત) ને મંજૂરી આપી છે. ઇ-કેવાયસી દરને સંશોધિત કરીને માત્ર 1 રૂપિયામાં કરી દીધો છે. જ્યારે, પ્રી-પેઇડથી પોસ્ટ-પેઇડ અને પોસ્ટ-પેઇડથી પ્રિ-પેઇડમાં ટ્રાન્સફર કરવા માટે, નવા KYC ની જરૂર રહેશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યૂઝરે KYC માટે કોઇપણ પ્રકારનો કોઇ દસ્તાવેજ જમા કરાવવો પડશે નહીં.

માહિતી અનુસાર, પોસ્ટપેડ સિમને પ્રીપેડમાં કન્વર્ટ કરવા જેવા કામ માટે કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં અને આ માટે પણ ડિજિટલ KYC હશે. તાજેતરમાં યોજાયેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. હવે વપરાશકર્તા માટે નવો મોબાઇલ નંબર અથવા ટેલિફોન કનેક્શન મેળવવા માટે KYC સંપૂર્ણપણે ડિજિટલ હશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોસ્ટપેડ સિમને પ્રીપેડમાં કન્વર્ટ કરવા જેવા તમામ કામ માટે કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં. નવા નિયમો અનુસાર, યુઝર્સ સિમ ઇશ્યૂ કરતી કંપનીની એપ દ્વારા સેલ્ફ-કેવાયસી કરી શકશે અને આ માટે યુઝરે માત્ર 1 રૂપિયા ચૂકવવા પડશે.

નોંધનિય છે કે હાલના નિયમો હેઠળ, જો કોઈ ગ્રાહક પ્રીપેડ નંબરને પોસ્ટપેડ અથવા પોસ્ટપેડમાં પ્રીપેડમાં રૂપાંતરિત કરે છે, તો તેણે દર વખતે KYC ની પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે. તો હવે તે માત્ર એક જ વાર KYC કરવું પડશે. તમને જણાવી દઈએ કે કંપનીઓ ગ્રાહકો પાસેથી KYC માટે દસ્તાવેજો માંગે છે. જો કોઈ વપરાશકર્તા ઓનલાઈન પ્લેટફોર્મ પર દસ્તાવેજો અપલોડ કરીને KYC કરે છે, તો તેને સેલ્ફ KYC કહેવામાં આવે છે. તે વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા પણ કરી શકાય છે.

Niraj Patel