ખબર

ગુજરાતના આ શહેરમાં પતંગ ચગાવતા પહેલા સાવધાન, પોલીસ કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું

કોરોના વાયરસ ફેલાયાનો એક વર્ષ જેટલો સમય થઇ ચુક્યો છે છતાં પણ આ મહામારી સ્થગિત થવાનું નામ જ નથી લઈ રહી. કોરોના વાયરસને લીધે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને લીધે લોકોની જીવનશૈલીમાં ભારે ઉતા-ચઢાવ જોવા મળ્યો હતો. જો કે અનલોકમાં પણ સરકાર દ્વારા ઘણા નિયમોનું પાલન કરવું ફરજીયાત કરવામાં આવ્યું છે.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

નિયમોંના આધારે ઘણા તહેવારોની ઉજવણી પણ રદ્દ કરવામાં આવી હતી, એવામાં હવે આવનારો તહેવાર ઉતરાયણ(મકરસંક્રાંતિ) માટે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પાડ્યું છે.દિવાળી પહેલા લોકો ભારે ભીડ એકઠી કરતા કોરોનાએ માથુ ઉંચક્યું હતું પરંતુ હવે રાજ્ય સરકાર અને તંત્ર કોરોનામાં કોઈ બેદરકારી રાખવા માંગતી નથી. હવે ઉત્તરાયણના પર્વ પર સૌની નજર છે પરંતુ કોરોના કાળમાં તહેવારો ઉપર પણ મોટું ગ્રહણ લાગ્યું છે.

રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા આ નિયમ બહાર પાડવામાં આવ્યો છે તે પ્રમાણે પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી રાખવાની ખાસ સૂચના અપાઈ છે , જેમાં લોકો છત પર, જાહેર રસ્તા કે ફૂટપાથ જેવી ભયજનકે જગ્યાઓ પર પતંગ ઉડાવી શકશે નહીં. કોરોના મહામારી વચ્ચે કોઈ જાનહાની ન  થાય તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેના માટે આ નિયમો લાગુ કરવામાં આવ્યા છે.રાજકોટ પોલીસ કમિશનરના કહેવા અનુસાર જો સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ રાખો તો દંડ થશે

આ સિવાય ચાઈનીઝ દોરા અને તુક્કલની ખરીદી-વેંચાણ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કેમ કે ચાઈનીઝ દોરાને લીધે પશુ કે લોકોની જાનહાની થઇ શકે છે. સાથે જ રાજકોટના લોકો મોટા અવાજ વાળા લાઉડસ્પીકર પણ વગાડી શકશે નહીં. પતંગ લૂંટવા માટે દોડાદોડ કરવી કે જાહેર રસ્તાઓ પર ઘાસ ચારાનું વેંચાણ કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે સખ્ત પગલાં પણ લેવામાં આવશે. લોકો તહેવારને ખૂબ સારી રીતે માણી શકે અને રાજકોટમાં કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અગાઉથી જ આ જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યું છે. જેથી લોકો ઉત્તરાયણની ઉજવણીમાં સંયમ જાળવે.