ખબર

1 ઓક્ટોબરથી બદલી ગયા આ 10 નિયમ, જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે.

દરેક મહિનાની પહેલી તારીખે દેશમાં કોઈને કોઈ નિયમ લાગુ કરવામાં આવે છે. આવું કંઈક ઓક્ટોબરમાં થશે. 1 ઓક્ટોબર એટલે કે આજથી ટેક્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, મોટર વ્હીકલથી જોડાયેલા ઘણા બદલાવ આવી શકે છે. તો આ સિવાય અનલોક 5.0 પણ લાગુ કરી દેવામાં આવ્યું છે.

Image source

આવો જાણીએ ક્યાં નવા નિયમો અને બદલાવ આજથી અમલમાં આવશે.

1 ઓક્ટોબરથી ટીવી ખરીદવાનું થશે મોંઘુ. આજથી ટીવીના ઓપન સેલ પર 5 ટકાનો ટેક્સ લગાવવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. આ માટે સરકારે 1 વર્ષની છૂટ આપી હતી જે 30 સપ્ટેમ્બરના રોજ પુરી થઇ હતી. આ ટેક્સથી 32 ઇંચ ટીવીના ભાવમાં 600 રૂપિયા અને 42 ઇંચના ભાવમાં 1200થી 1500 રૂપિયાનો વધારો થશે. જેથી 1 ઓક્ટોબરથી ટીવી ખરીદવાનું થશે મોંઘુ.

દરેક મહિનાની શરૂઆતમાં સરકારી કંપનીઓ રસોઈ ગેસ અને નેચરલ ગેસના ભાવ જોતી રહે છે. સપ્ટેમ્બર મહિનામાં 14.2 કિલોગ્રામ અને 19 કિલોગ્રામ વાળા ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવામાં આવ્યા હતા. તો આશા છે કે ઓક્ટોબર મહિનામાં રસોઈ ગેસના ભાવ ઘટી શકે છે. તહેવારની સીઝનમાં સરકારએ આ લાભ આપવો જોઈએ.

Image source

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ મોટરએ વાહન નિયમમાં પણ ફેરફાર કર્યા છે. આ બાદ 1 ઑક્ટોબરથી વાહન સંબંધી ડોક્યુમેન્ટ જેવા લાઇસન્સ, રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ, ફિટનેસ સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ સરકાર દ્વારા સંચાલિત વેબ પોર્ટલથી મેન્ટેન કરવામાં આવે છે. હવે તમે ડિજિટલ કોપીથી કામ ચલાવી શકો છો.

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ જણાવ્યું હતું કે, 1 ઓક્ટોબરથી ડ્રાઇવિંગ કરતા સમયે મોબાઈલ અથવા હેન્ડ હેલ્ડ ડિવાઇસનો ઉપયોગ ફક્ત રૂટ જોવા માટે કરી શકાય છે. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખવાનું કે, મોબાઈલના ઉપયોગથી ડ્રાઈવીંગ કરતા સમયે ડ્રાઈવરનું ધ્યાન ભંગ ના થાય. આ સાથે જ ડ્રાઇવિંગ કરતા સમયે મોબાઈલ પર વાત કરવાનો દંડ 1 હજારથી વધારીને 5 હજાર કરી દેવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ સિલિન્ડરની અવધિ 30 સપ્ટેમ્બરે પુરી થઇ ગઈ છે. તમે મફત ગેસ કનેક્શનનો લાભ ઉઠાવી શકશો નહીં.

Image source

કેન્દ્ર સરકાર વિદેશ પૈસા મોકલવા પર ટેક્સ વસૂલવાનો નવો નિયમ બનાવ્યો છે. વિદેશ રકમ મોકલવા પર 5 ટકા ટીસીએસ ભરવો પડશે.

Image source

વીમા નિયામાક ઈરડાના નિયમો અનુસાર, એક ઓક્ટોબરથી હેલ્થ વીમા પોલિસીમાં એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. નવા હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી અંતર્ગત ઓછા રેટ પર વધુ બીમારીઓનું કવર ઉપલબ્ધ થશે. આ બદલાવ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીને સ્ડાન્ડર્ડાઈઝ અને કસ્ટમર સેન્ટ્રિક બનાવવા માટે કરવામાં આવ્યો છે.

આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી. આજથી તમે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકશો નહીં.

બેંક ગ્રાહકને ઘરે બેસીને ડિમાન્ડ ડ્રાફટ, પે ઓર્ડર જેવી સુવિધા મળશે. ડોર સ્ટેપ બેન્કિંગ સર્વિસ લોન્ચ થયા બાદ હવે આ સેવાઓ ઓક્ટોબર 2020થી ઘર પરથી જ ઉપલબ્ધ થશે.
એક ઓક્ટોબરથી બજારમાં વેચાતી ખુલી મીઠાઈઓના ઉપયોગની એક્સપાયરી ડેટ જોવા મળશે.

હવે સરસવના તેલમાં અન્ય ખાદ્ય તેલની ભેળસેળ કરી શકાશે નહીં. સરસવના તેલની કિંમતોમાં વધારો પણ થઈ શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.