દેશમાં અપરાધ,લૂંટ-ચોરી,ખૂન-ખરાબા,માર-પીટ વગેરે જેવા મામલાઓ અવાર નવાર સાંભળવામાં આવે છે. તેમાનો જ એક અપરાધ છે બળાત્કાર. આ એક અપરાધ એવો છે જે છોકરીના જીવનને બદરબાદ કરી નાખે છે.બળાત્કાર જેવા ગુનાઓ માટે લોકોએ પોતાની માંગ વધારી નાખી છે.આ મામલા પર પોતાની ગંભીરતા દેખાડતા એક રાજ્ય પોતાનો કડક કાયદો લઈને આવ્યું છે. આ રાજ્ય અમેરિકાનું રાજ્ય ‘અલબામા’ છે.

બળાત્કાર જેવા ગંભીર અપરાધને દૂર કરવા માટે અને તેના પર રોક લગાવવા માટે આ રાજ્યે એક નવો કાનૂન બનાવ્યો છે.કાયદા અનુસાર બળાત્કાર કરવા પર જે તે અપરાધીને નપુંસક બનાવી દેવામાં આવશે.કાનૂન પ્રમાણે 13 વર્ષથી નાની ઉંમરના બાળકોની સાથે આવું દુષ્કર્મ કરનારા અપરાધીઓને નપુંસક બનાવવા માટે ઇન્જેક્શન આપવામાં આવશે કે પછી નપુંસક બનાવા માટેની દવા પણ આપવામાં આવશે.નપુંસક બનાવાનો આ કાયદો તેઓને સજાના સ્વરૂપે આપવામાં આવશે.

કાનૂનના આધારે અપરાધીને જામીન પર છોડતા પહેલા ઇન્જેક્શન લગાવવામાં આવશે, જેનાથી તેઓની જાતીય ક્ષમતા ઘટી શકે છે, અને તેઓ અન્ય કોઈ સાથે સંબંધ બાંધવા પર કે બળાત્કાર કરવાથી વંચિત રહી જાશે.

ઈન્જેક્શનને લીધે અપરાધી આજીવન નપુંસક પણ બની શકે છે. આ સિવાય ઈન્જેક્શનની અસર લાંબા સમય સુધી ના રહેતા અપરાધીની શારીરિક સંબંધ બનાવની ક્ષમતા પણ અનેક ગણી ઘટી શકે છે.ખાસ વાત એ છે કે નપુંસક બનાવાના આ ઇન્જેક્શનનો ખર્ચો પણ જે તે અપરાધીને આપવાનો રહેશે.

કોર્ટ જ એ નક્કી કરશે કે અપરાધીને ક્યાં સુધી ઇન્જેક્શન લગાવાની જરૂર છે.અલબામા સિવાય આ કાનૂન અમેરિકાના અન્ય સાત રાજ્યોમાં પણ લાગુ પડેલો છે જેમાં લુસિઆના અને ફ્લોરિડાનો પણ સમાવેશ છે.

કેમિકલ કૈસ્ટ્રેક્શનમાં ટેબ્લેટ કે ઈન્જેકશનનો ઉપીયોગ કરવામાં આવે છે જેનાથી ટેસ્ટોસ્ટેરોનનું પ્રોડક્શન એક દમ ઓછું થઇ જાય છે જેને લીધે વ્યક્તિ પોતાની શારીરિક સંબંધની ક્ષમતા ખોઈ બેસે છે.જો કે ઇન્જેક્શન આપવાના બંધ કરી દીધા પછી તેની અસર ઘટવા લાગે છે.ઇન્જેક્શન ન લગાવનારા આરોપીઓને જેલથી આઝાદ કરવામાં નથી આવતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks