ઋજુતા દિવેકરથી જાણો કે બાળકોને ડિનરમાં શું ખવડાવવું જોઈએ, જાણો ઉપયોગી માહિતી
દરેક મા ઇચ્છતી હોય છે કે પોતાના બાળકનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે. દરેક માં માટે એ સવાલ મુંજવતો હોય છે કે આખરે તેના બાળકને સાંજના ભોજનમાં શું ખવડાવવું કે જેથી પાચન પણ સારી રીતે થઇ જાય અને સ્વાસ્થ્ય પણ સુધરે. એવામાં આજે અમે તમને અભિનેત્રી કરીના કપૂરની ડાઈટિશિયન ઋજુતા દિવેકર દ્વારા જણાવેલા પ્રમાણે આ સવાલનો જવાબ આપશું.

કરીના કપૂર ખાન પોતાની ફિટનેસથી લઈને ગર્ભાવસ્થા અને ડિલિવરી પછીની ડાઇટનું ધ્યાન ઋજુતા દિવેકર રાખે છે, તૈમુર અલી ખાનનો ડાઈટ ચાર્ટ પણ ઋજુતા જ નક્કી કરે છે. ઋજુતા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બાળકો માટેની ડાઈટ ટિપ્સ શેર કરતી રહે છે.
બાળકો માટે સ્વસ્થમંદ ડિનર:

ઋજુતાનું કહેવું છે કે દરેક બાળકોને એ પૂછવું ન જોઈએ કે તેને ડિનરમાં શું જમવું છે, પણ તમે જ નક્કી કરો કે બાળકને શું જમવા આપવું છે. બાળકોને ડિનરમાં સામાન્ય પૌષ્ટિક જમવાનું જ આપો.

બાળકોને શું આપવું સાંજના ભોજનમાં:
દરેક ટ્રેડિશનલ રસોઈમાં રોટલી-શાક, દાળ-ભાત, ખીચડી, કઢી વગેરે હોવું જોઈએ. તમારા બાળકના શરીર અને મગજને પોષણની જરૂરિયાત પુરી થવી જોઈએ.જેનાથી બાળકને સારી ઊંઘ આવશે. બાળકને સાંજનું ભોજન સ્વાદિષ્ટ લાગે કે ન લાગે પણ તેના સ્વાસ્થય સાથે સમજૌતો બિલકુલ પણ ન કરો. બાળકોના ભોજનમાં ઘી નો ઉપીયોગ ચોક્કસ કરો.
ભોજનમાં શું ન આપવું:
બાળકોને રોજ અલગ અલગ પ્રકારનું જમવાનું ન આપવું જોઈએ અને તેને રેડી ટુ ઈટ જેવી વસ્તુઓ જેમ કે નુડલ્સ, પાસ્તા, મેગી ક્યારેય પણ ન ખવડાવો. બહારનું ભોજન પણ બાળક માટે સ્વસ્થ નથી હોતું, તેનાથી બાળકોને કોઈપણ જાતની એનર્જી નથી મળતી પણ શરીરમાં પાણીની ખામી આવી જાય કે અને ઊંઘ આવવામાં પણ સમસ્યા થાય છે.

માતાઓએ શું કરવું જોઈએ:
પોતાના બાળકોને સ્વસ્થ રાખવા માટે મહિનામાં બે થી વધારે વાર બહારનું ભોજન ન ખવડાવો. અઠવાડિયામાં એકવાર તમે ઘરે જ બાળકને ડિનરમાં અલગ અલગ પ્રકારની વેરાઈટીનું ભોજન આપી શકો છો.