મોંઘા પેટ્રોલને ભૂલી જાવ, સિંગલ ચાર્જમાં 160KM ચાલતી આવી ગઈ ઇલેક્ટ્રિક બાઇક

જો તમે મોંઘા પેટ્રોલથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમે આ ઇલેક્ટ્રિક બાઇક ખરીદી શકો છો. તાજેતરમાં, મેડ ઇન ઇન્ડિયા ટુ-વ્હીલર કંપની ઇ-બાઇક ગો(e-Bike Go)એ ભારતીય બજારમાં શાનદાર ઇલેક્ટ્રિક બાઇક રગ્ડ બાઇક(Rugged e-Bike)ને લોન્ચ કર્યું છે.


ગ્રાહકોને આ ઈલેક્ટ્રિક બાઈક ખૂબ જ પસંદ આવી રહી છે. કંપનીએ રગ્ડ ઈ-બાઈકના એક લાખથી વધુ યુનિટ માટે બુકિંગ મેળવ્યું છે. કંપનીનો દાવો છે કે ભારતીય બજારમાં આ સૌથી મજબૂત ઈ-બાઈક છે.

આ ઇલેક્ટ્રિક બાઇક ચાર રંગોમાં ઉપલબ્ધ છે:
રગ્ડ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ચાર નવા કલર ઓપ્શન રેડ, બ્લુ, બ્લેક અને રગ્ડ સ્પેશિયલ એડિશનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રિક બાઇક 3KW મોટર દ્વારા સંચાલિત છે. કંપનીનું કહેવું છે કે તેની બેટરી 3.5 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે. આ ઇલેક્ટ્રિક બાઇક સિંગલ ચાર્જ પર 160KMની રેન્જ આપે છે.

જો સ્પીડની વાત કરીએ તો આ બાઈક 70Km પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ ઇલેક્ટ્રિક બાઇકની બોડી સ્ટીલ ફ્રેમ અને ક્રેડલ ચેસિસથી બનેલી છે. તેમાં 30 લિટર સ્ટોરેજ સ્પેસ છે, જ્યારે પ્રોડક્ટને 12 સ્માર્ટ સેન્સર પણ લાગેલા છે. હાલમાં, તે બે વેરિઅન્ટ G1 અને G1+માં ઉપલબ્ધ હશે.

499 રૂપિયામાં બુકિંગ કરાવી શકાશે
તમે રૂ. 499 ચૂકવીને રગ્ડ ઇ-બાઇક પણ બુક કરાવી શકો છો. કંપનીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી તેને એક લાખ માટે યુનિટનું બુકિંગ મળી ગયું છે. કંપની વધુને વધુ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બિઝનેસ પર ધ્યાન આપી રહી છે. ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, તમે માત્ર 499 રૂપિયા ચૂકવીને તેને પ્રી-બુક કરી શકો છો, જે રિફંડેબલ છે.

રગ્ડ ઈ-બાઈ(Rugged E-Bike)ની એક્સ-શોરૂમ કિંમત 84,999 રૂપિયા છે. જ્યારે ટોપ મોડલની કિંમત 1.05 લાખ રૂપિયા છે. આ બાઇકની ખરીદી પર તમે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનો પર આપવામાં આવતી સબસિડીનો લાભ પણ લઈ શકો છો.

YC