શાહીર શેખની પત્ની રુચિકા કપૂરે આપ્યો નાની પરીને જન્મ, ચાહકોએ આપ્યા અભિનંદન

ટીવીના મશહૂર અભિનેતા શાહીર શેખ અને રૂચિકા કપૂરના જીવનમા એક નાનકડા મહેમાને દસ્તક આપી છે. શાહીર અને રુચિકા 10 સપ્ટેમ્બરના રોજ માતા -પિતા બની ગયા છે. એક સુંદર નાની પરીએ જન્મ લીધો છે.

આ સિવાય હજુ સુધી અન્ય કોઈ માહિતી ઉપલબ્ધ નથી. જણાવી દઈએ કે થોડા અઠવાડિયા પહેલા શાહિરે પત્ની રૂચિકાના બેબી શાવરની વિધિ કરી હતી અને તેની તસવીરો જબરદસ્ત રીતે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે ચાહકો માતા -પિતા રુચિકા અને શાહીરને આ શુભ સમાચાર માટે અભિનંદન આપી રહ્યા છે.

જણાવી દઈએ કે રૂચિકા કપૂર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા તસવીરમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ જોયા બાદ ચાહકોએ તેને અભિનંદન પાઠવ્યા હતા. રુચિકા કપૂરના આઉટફિટની વાત કરીએ તો તે ગુલાબી રંગના લાંબા ડ્રેસમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી જ્યારે શાહીર ગ્રે કલરની ટી-શર્ટમાં જોવા મળ્યા હતા. ક્રિસ્ટલ ડિસુઝા, રિદ્ધિ ડોગરા, તનુશ્રી દાસગુપ્તા અને અન્ય સમારોહમાં હાજર રહ્યા હતા.

ગયા વર્ષે નવેમ્બરમાં શાહીર અને રુચિકાના લગ્નના સમાચાર સામે આવ્યા હતા. કોર્ટ મેરેજ બાદ આ કપલ અભિનેતાના માતાપિતાને મળવા આશીર્વાદ લેવા માટે જમ્મુ પહોંચ્યા હતા, ત્યારબાદ તેઓએ મુંબઈમાં નાનું રિસેપ્શન પણ કર્યું હતું.

જૂન મહિનામાં પ્રથમ વખત ચાહકોને રુચિકાની ગર્ભાવસ્થા વિશે ખબર પડી જ્યારે તેણીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર નવા આઉટફિટની તસવીર પોસ્ટ કરી હતી એ સ્ટોરમાંથી આવી હતી જ્યાં પ્રસૂતિ વસ્ત્રો મળતા હોય છે. તેમજ તેણે બીજી તસવીર પણ શેર કરી જેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ત્યારથી ચાહકોને અંદાજો આવી ગયો હતો કે તે ટૂંક સમયમાં સારા સમાચાર જણાવવા જઈ રહી છે.

શાહીર શેખે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લગ્નથી તેનું જીવન કેવી રીતે બદલાઈ ગયું હતું. તેણે કહ્યું કે હું તે તબક્કામાં હતો જ્યાં હું દરરોજ નવી વસ્તુઓ શીખી રહ્યો હતો. શાહિરે કહ્યું હતું કે તે લાંબા સમયથી મુંબઈમાં એકલો રહેતો હતો અને હવે તે પોતાનું ઘર કોઈની સાથે શેર કરવાનું શીખી રહ્યો છે. તેણે એમ પણ કહ્યું કે તેને રુચિકા માટે રસોઈ બનાવવી પણ ગમે છે.

શાહિરે કહ્યું કે તે લગ્ન બાદ રિસેપ્શન આપવાના હતા પરંતુ કોવિડ -19ના કારણે તેને મુલતવી રાખવું પડ્યું હતું. શાહિરે કહ્યું, ‘મેં મારા બે નજીકના સંબંધી ગુમાવ્યા છે. હું ખૂબ જ બેચેન અને નર્વસ હતો. હું ઇચ્છતો હતો કે મારા માતા -પિતા મુંબઈ આવે અને મારી સાથે રહે પરંતુ મને ચિંતા છે કે શું આ સમય દરમિયાન મુસાફરી કરવી તેમના માટે યોગ્ય રહેશે?

Patel Meet