મનોરંજન

‘સાથ નિભાના સાથિયા’માં ધૂમ મચાવનાર આ અભિનેત્રી બની મમ્મી, જાણો વિગત

રસોડે મેં કોણ થા વાળી અભિનેત્રી રાશિને છે આટલું ક્યૂટ બાળક, જુઓ તસ્વીરો

અમુક દિવસો પહેલા જ કોમેડી કિંગ કપિલ શર્મા દીકરીના પિતા બન્યા છે. એવામાં એકવાર ફરીથી ટીવીની લોકપ્રિય સિરિયલ ‘સાથ નિભાના સાથિયા’માં રાશિના કિરદારથી ફેમસ થયેલી અભિનેત્રી રુચા હસબનીસ પણ દીકરીની માં બની છે.

દીકરીના જન્મથી રુચા અને પતિ રાહુલ જગદાલે ખુબ જ ખુશ છે. દીકરીના જન્મની જાણકારી તેઓએ સોશિયલ મીડિયા પર દીકરીની તસ્વીર શેર કરીને આપી હતી. ગોપી વહુના કિરદાર નિભાવેલી અભિનેત્રી દેબોલીના ભટ્ટાચાર્ય સાથે રુચાની ખાસ મિત્રતા છે.

Image Source

રૂચાએ શેર કરેલી તસ્વીરમાં તેણે અને તેના પતિએ દીકરીનો હાથ પકડી રાખ્યો છે અને લખ્યું કે,”અમારી ખુશીઓનો ખજાનો, દીકરી આવી છે.”રુચાની આ પોસ્ટ પછી ટીવી ઇન્ડસ્ટ્રીના અન્ય સિતારાઓ પણ તેને શુભકામનાઓ આપી રહ્યા છે. સાથ નિભાના સાથિયાની મુખ્ય કિરદાર અને હાલ બિગ બોસ-13 ની સ્પર્ધક દેબોલીનાએ પણ કમેન્ટ કરીને શુભકામના આપી છે. દેબોલીનાએ લખ્યું કે,”ખુબ ખુબ શુભકામનાઓ રુચા. હું તારા માટે ખુબ જ ખુશ છું.”

Image Source

જણાવી દઈએ કે રૂચાએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2011 માં ‘કૉમેડી સર્કસ કે તાનસેન’ દ્વારા કરી હતી. જેના પછી ચાર ચૌધી અને સાથ નિભાના સાથિયામાં કામ કર્યું હતું. રુચા મરાઠી સીરિયલમાં પણ કામ કરી ચુકી છે.

રૂચાએ રાહુલ સાથે 26 જાન્યુઆરી 2015 ના રોજ મહારાષ્ટ્રીયન રિવાજથી લગ્ન કર્યા હતા અને હાલ બંન્ને દીકરીના જન્મથી ખુબ જ ખુશ છે.

હાલ રુચા ટીવી જગતથી દૂર છે પણ તે સોશિયલ મીડિયામાં ખુબ સક્રિય રહે છે. રુચા મોટાભાગે પતિ સાથેની તસ્વીરો શેર કરતી રહે છે. ‘સાથ નિભાના સાથિયા’માં પહેલાં રાશિની ભૂમિકા રૂચા હસબનીસ ભજવતી હતી. રૂચાએ 26મી જાન્યુઆરીના રોજ લવર સાથે લગ્ન કર્યા હતાં. રૂચા તથા રાહુલ સ્કૂલ સમયથી સાથે હતાં.

તેમની વચ્ચે ખાસ્સા સમયથી સંબંધો હતો. બંનેએ ગયા વર્ષે સગાઈ કરી હતી. લગ્નની કેટલીક ખાસ તસવીરો રૂચાએ સોશ્યિલ મીડિયામાં મૂકી હતી.