દુનિયાભરમાં હજુ પણ કોરનાનો કહેર યથાવત છે. વિશ્વમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકોના મોત કોરોનાને કારણે થાય છે. ભારતમાં પણ કોરોનએ ભરડો લીધો છે. દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લોકડાઉન બાદ દેશમાં લોકોને રાહત આપવામાં આવી છે. આ વચ્ચે ખરાબ ખબર સાંભળવા મળી છે તો સારી ખબરો પણ મળી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો ટીવીની ફેમસ સીરીયલ કુસુમની એક્ટ્રેસ રુચા ગુજરાતીને હાલ 8 મોં મહિનો ચાલી રહ્યો છે. હાલમાં જ તેને ઇન્સ્ટાગ્રામ પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસ્વીર શેર કરી છે.
View this post on Instagram
ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસ્વીરમાં રુચા બેબી બમ્પ ફ્લોન્ટ કરવાની સાથે-સાથે પતિ સાથે લિપલોક કરતી નજરે ચડે છે.

તેને એક ફોટો શેર કરી લખ્યું હતું કે, બાળકનો જન્મ સ્ત્રી વિશેનો પોતાનો સૌથી મોટો ભય સમાપ્ત કરે છે. તેણી બતાવે છે કે તે કેટલી મજબૂત છે. અંતે તે બધા તમને ખૂબ ખુશ કરે છે.
View this post on Instagram
એપ્રિલમાં રુચાના બેબી શાવરનો પ્રોગ્રામ થયો હતો. તેણે સોશિયલ મીડિયા પર બેબી શાવર કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તે બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે.

જણાવી દઇએ કે, તેણે 2016 માં લાંબા સમયથી બોયફ્રેન્ડ વિશ્વાસ જયસ્વાલ સાથે લગ્ન કર્યા હતા.રુચાના આ બીજા લગ્ન છે.

રૂચાએ આ અગાઉ ઓક્ટોબર 2010માં મુંબઈ સ્થિત ઉદ્યોગપતિ મિતુલ સંઘવી સાથે લગ્ન કર્યા હતા. જોકે, બંનેના લગ્ન ફક્ત 3 વર્ષ જ ટકી શક્યા હતા. 2013 માં તેમના છૂટાછેડા થયા હતા. રુચાએ સાસરિયાઓ પર માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો.

રુચાએ સાસરિયાઓ પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. આટલું જ નહીં, રુચાએ મિતુલ પર આરોપ પણ લગાવ્યો હતો કે મારા પતિએ મને કહ્યું હતું કે હનીમૂન પર ખર્ચવામાં આવેલા અડધા પૈસા તમારે ચૂકવવા પડશે. કારણ કે બંને પર ખર્ચ કરવામાં આવ્યો છે.
View this post on Instagram
જણાવી દઈએ કે રૂચા ગુજરાતીએ સિરિયલ ‘કુસુમ’ માં નૌશીન અલી સરદારની પુત્રીનો રોલ ભજવ્યો હતો. આ સિરિયલ દ્વારા રુચાએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી.
View this post on Instagram
રુચા કુસુમ, ભાભી, પ્યાર કા દો નામ એક રાધા એક શ્યામ, વક્ત બતાએગા કોન અપના કોન પરાયા, વારિસ, સાસ વર્સજ વહુ, ફિર કોઈ હૈ, દિત જીતેગી દેશી ગર્લ, રંગ બદલતી ઓઢણી, સાસ બીના સસુરાલ અને અદાલત જેવી ઈટીવી સીરિયલમાં કામ કરી ચુકી છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.