પ્રેમ લગ્ન કરેલા પતિએ પત્નીની હત્યા કરી લાશના કર્યા પાંચ ટુકડા, કોથળામાં બાંધી અને નહેરમાં નાખી પરિવાર સાથે થયો ફરાર

થોડા વર્ષો પહેલા આવેલી ફિલ્મ દૃશ્યમ ખુબ જ ચર્ચામાં રહી હતી. આ ફિલ્મની ખાસ વાત એ હતી કે એક યુવકની હત્યા કરી અને લાશને એવી રીતે સંતાડી દેવામાં આવે છે કે કોઈને માલુમ નથી પડતું, અને પછી એવી મનઘડંત કહાની બનાવી દેવામાં આવે છે કે કોઈને પણ તેના ઉપર વિશ્વાસ આવી જાય. હાલ એવી જ એક ફિલ્મી ઢબે કરવામાં આવેલી હત્યા ચર્ચાનો વિષય બની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મેરઠના સરઘનામાં રહેવા વાળા કવિ દિપક નિરાલાએ તેની પત્નીની દહેજ માટે ખુબ જ નિર્દયતાથી હત્યા કરી નાખી અને તેના બાદ શબના ટુકડા કરી અને તેને ગંગનહરમાં ફેંકી દીધા હતા. પત્નીની હત્યા કર્યા બાદ દિપક તેના પરિવાર સાથે ફરાર પણ થઇ ગયો હતો. પત્નીના પિયરવાળાને પણ તેને તેમની દીકરીના મોતની ખબર આપી નહોતી.

પંદર દિવસ સુધી જ્યારે પિયરના લોકોને તેમની દીકરી સાથે વાત ના થઇ ત્યારે જમાઈને પૂછવા ઉપર દીકરીના મોતની ખબર સાંભળીને તેમના પણ હોશ ઉડી ગયા. પિયરવાળા સરઘના પહોંચ્યા અને જમાઈ વિરુદ્ધ પોલીસમાં દહેજ માટે હત્યા કરવાનો કેસ દાખલ કરાવી દીધો. ત્યારબાદ આ ઘટનાના 21 દિવસ બાદ પતિએ પોલીસ સ્ટેશન પહોંચી અને આત્મસમર્પણ કરી દીધું.

પોલીસે આરોપી પતિની કડકાઈથી પુછપરછ કરતા તેને ઘણા બધા ખુલાસા કર્યા હતા. તેને જણાવ્યું હતું કે તે દૃશ્યમ ફિલ્મની થીમ ઉપર આ હત્યાથી પોતાની જાતને બચાવવા માંગતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે દીપકે જ તેની પત્નીની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. આરોપીએ શબના પાંચ ટુકડા કરી અને એક કોથળામાં બાંધી ગંગનહેરમાં નાખી દીધા હતા. પોલીસ લાશની શોધખોળ કરી પરંતુ હજુ સુધી તેમના હાથમાં લાશ આવી નથી.

કવિ દિપક નિરાલાએ રુબી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. દીપકે 23 ઓગસ્ટના રોજ તેના સસરાને ફોન કરીને જણાવ્યું હતું કે બીમારીના કારણે રુબીનું મોત થઇ ગયું હતું. જેના બાદ દિપક ફરાર થઇ ગયો હતો. દબાણ વધવા ઉપર સોમવારે તેને સરઘના પોલીસ સ્ટેશનમાં આવીને સરેન્ડર કરી દીધું હતું.

Niraj Patel