મનોરંજન

ઓહો.. ટીવીની આ છોટી બહુએ તો બિગ બોસમાં પતિની સામે જ કર્યો હતો સિદ્ધાર્થ શુકલા સાથે રોમાન્સ, પતિનું આવ્યું આ રિએક્શન

આ સંસ્કારી અભિનેત્રીએ પોતાના પતિ જ સામે અન્ય પુરુષ સાથે કર્યો હતો રોમાન્સ, જુઓ

લાંબા સમયની રાહ જોયા બાદ ટીવી ઉપર હવે બિગ બોસનું પ્રસારણ શરૂ થઇ ગયું છે. અને બિગ બોસના ચાહકો આ શોને નિહાળવા પણ લાગ્યા છે. તો આ શોને લઈને હવે ચર્ચાઓ પણ ગરમાવવા લાગી છે.

સલમાન ખાનનો ટીવી રિયાલિટી શો બિગબોસની આ 14મી સીઝન ચાલી રહી છે. ત્યારે આ શોનો ત્રીજો ભાગ મંગળવારના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

આ ભાગની અંદર સિનિયર્સ સિદ્ધાર્થ શુકલા અને ગૌહર ખાન વચ્ચે જબરદસ્ત તું તું મેમે જોવા મળી હતી. હવે આ શોના આવનારા એપિસોડના કેટલાક અપકમિંગ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેમાં ટીવીની છોટી બહુ એટલે કે રૂબીના દિલૈક પતિની સામે જ સિદ્ધાર્થ શુકલા સાથે રોમાન્ટિક અને બોલ્ડ થતા નજર આવી રહી છે.

જોકે, આવનારા એપિસોડમાં ઘરની જુનિયર ગર્લને સિદ્ધાર્થ શુકલાને ઈમ્પ્રેસ કરવાનો ટાસ્ક આપવામાં આવ્યો છે, પહેલા તે ટેટુ બનાવતી નજરે આવે છે. ત્યારબાદ જસ્મીન, ભસીન, સારા ગુરપલ, રૂબીના અને નીક્કી સિદ્ધાર્થની સાથે ડાન્સ કરતી નજર આવે છે. એ દરમિયાન જ નીક્કી તંબોલી કૈક વધારે જ સિદ્ધાર્થની નજીક આવી જાય છે. તે ખુબ જ બોલ્ડ સીન કરતી જોવા મળે છે અને છેલ્લે તે તેને કિસ પણ કરે છે.

તો પવિત્ર પુનિયા પણ ખુબ જ બોલ્ડ દેખાય છે અને છેલ્લે તે પણ સિદ્ધાર્થને કિસ કરે છે. આ ઉપરાંત રૂબીના પણ પતિની સામે જ સિદ્ધાર્થની સાથે રોમાન્ટિક બનતી નજર આવે છે. આ બધું જોઈને રૂબીનાના પતિ અભિનવ શુકલા હસતા નજર આવે છે અને આ સમયને ખુબ જ એન્જોય પણ કરતા જોવા મળે છે.

આ ઉપરાંત શોની અંદર પણ ઘણો જ ડ્રામા જોવા મળવાનો છે. આના પહેલા નીક્કી તંબોલી પણ ઘણો જ ડ્રામા કરવાની છે.  તે એમ કહેવાની છે કે તેને કપડાં અને મેકઅપનો સમાન હજુ વધારે જોઈએ છે.

સિદ્ધાર્થ શુકલા ગયા સીઝનમાં પોતાની આ ઈમેજના કારણે જ જીત મેળવી હતી. એ દરમિયાન જ તેની અને શહેનાઝ ગિલ વચ્ચે રોમાન્સ જોવા મળ્યો હતો. તો નીક્કી તંબોલીએ પણ ગ્રાન્ડ પ્રીમિયરના દિવસે સલમાન ખાન સાથે ફ્લર્ટ કરીને પોતાની ગેમની ઝલક આપી હતી. હવે જોવાની વાત એ છે કે આ સીઝનની આ બધી વાતો ક્યાં સુધી જાય છે?