જાણીતી ટીવી એક્ટ્રેસ રૂબીના દિલાઈક ‘છોટી બહુ’થી ફેમસ થઇ હતી. આજકાલ રૂબીના ટીવી સિરિયલ ‘શક્તિ’માં નજરે આવે છે. રૂબિનાએ ગયા વર્ષે જ એકટર અભિનવ શુકલા સાથે લગ્ન કર્યા હતા.
રૂબીના એક એવી એક્ટ્રેસ છે જેને પહેલી વાર ટીવી ઇન્ડસ્ટ્રીઝનું કાળું સત્ય લોકોની સામે લાવ્યું છે. જેના પર કદાચ સમજવું મુશ્કેલ છે.
View this post on Instagram
There is enough negativity out there…. u don’t have to add more….. ! Stay away
એક ખાનગી અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક તરફ હું ‘છોટી બહુ’ થી મળેલા બ્રેકથી ખુશ હતી. તો બીજી તરફ મારે તેની કિંમત આર્થિક રીતે ચૂકવવી પડી હતી.
રૂબિનાએ કહ્યું હતું કે, આ ટ્રેન્ડ નવો નથી. વર્ષોથી ચાલ્યો આવે છે. મારે આ નિયમને ફોલો કરવો પડ્યો કારણે કે હું આ ઇન્ડસ્ટ્રીઝમાં નવી હતી. ધીમે-ધીમે કામ અને કાનૂની વાતને સમજવા લાગી હતી. કામ કરતા ખબર પડી કે 90 ટકા કોન્ટ્રાકટરો વન સાઇડેડ કોન્ટ્રાકટ સાઈન કરાવતા હોય છે.
View this post on Instagram
આ કોન્ટ્રાકટ પ્રોડક્શન હાઉસના હિતમાં હોય છે.જો એક્ટર કોઈ પણ બદલાવ લાવવાનું કહે તો તેના જવાબના એવું સાંભળવા મળે કે અમે નિયમ અહીં બદલીએ પરંતુ જો તમારે અમારી સાથે કામ કરવું હોય તો તમારે અમારા નિયમ માનવા પડશે.
વધુમાં રૂબીનાએ જણાવ્યું હતું કે, 30 દિવસ સુધી 12-12 કલાક કામ કરાવ્યા બાદ તેના 90 દિવસ પછી પૈસા આપવામાં આવે છે. ઘણી વાર એવું પણ બને છે કે આ પૈસા આપવામાં પણ વધારે સમય લાગી જાય. પરંતુ આ બરાબર નથી. આ વર્કિંગ લો ના વિરુદ્ધમાં છે.
View this post on Instagram
વધુમાં તેને કહ્યું હતું કે, ‘ આ મુશ્કેલ હાલતમાં પણ મેં ડબલ રોલ નિભાવ્યા છે. પરંતુ મને છેલ્લા ત્રણ મહિનાની ફી આપવામાં નથી આવી. જે લાખોમાં છે. અસલી મુશીબત તો ત્યારે આવી જયારે આ શો ઓફએર થઇ ગયો હતો. લગભગ 9 મહિના સુધી હું ફી બાબતે વાત કરતી રહેતી હતી. હું મદદ મટે એક્ટર્સ એસોશિએશન પાસે પણ ગઈ હતી. પરંતુ તેના ખોટા વાદા સિવાય કોઈ મદદ કરવામાં આવી ના હતી.
આ ઉપરથી ખબર પડે છે કે, ટીવી એક્ટ્રેસ એક દિવસમાં 16થી 18 કલાક કામ કરે છે. તેનાથી તો વધારે પરેશાનની વાત તો એ છે કે, તેની મહેનતની કમાણી 90 દિવસની તનતોડ મહેનત બાદ મળે છે. આ કારણે એક્ટ્રેસને તેની બચત પર આધારિત રહેવું પડે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks