સમુદ્ર કિનારે રૂબિના દિલૈક આ શું પહેર્યું? ખૂબસુરતીએ ચાહકોના ઉડાવ્યા હોંશ… જુઓ તસવીરો

ટીવીની ‘છોટી બહુ’ પતિ સાથે ગોવામાં મનાવી રહી છે વેકેશન, 7 PHOTOS જોઈને ફેન્સ બોલ્યા ગજબ લાગો છો

ટીવીની ફેમસ ધારાવાહિક “છોટી બહુ”ની મશહૂર અભિનેત્રી રૂબિના દિલૈક સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં રૂબિનાની તસવીરો અને ડાંસ વીડિયો ઘણા વાયરલ થઇ રહ્યા છે. ત્યાં તેની ગ્લેમરસ તસવીરો ચાહકોના દિલ જીતી લે છે. હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જે ખૂબ વાયરલ થઇ રહી છે.

રૂબિના આ દિવસોમાં તેના પતિ અભિનવ શુક્લા સાથે ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે. આ સાથે જ તે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો પણ વેકેશનની શેર કરી રહી છે. રૂબિના તેના પતિ અભિનવ સાથે જોવા મળી રહી છે. અભિનેત્રી સ્કાઇ બ્લુ ક્રોપ ટોપ અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે. આ સાથે જ તેણે લાઇટ મેકઅપ અને ઓપન હેર સાથે તેનો લુક કમ્પલિટ કર્યો છે.

આ લુકમાં રૂબિના ખૂબ જ હોટ લાગી રહી છે. ત્યાં જ અભિનવે વ્હાઇટ ટી શર્ટ અને લાઇટ ગ્રીન શોર્ટ્સ કેરી કર્યા છે. કેપ અને શેડ્સમાં અભિનવે આ લુકને કમ્પલિટ કર્યો છે. બંને ઘણા ખુશ લાગી રહ્યા છે અને ઘણી મસ્તી કરી રહ્યા છે.

આ ઉપરાંત રૂબિનાએ બીજી ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તે મૌસમનો આનંદ ઉઠાવતા નજરે પડી રહી છે. રૂબિના સાથે તેના પતિ અભિનવ પણ હાજર છે.

તમને જણાવી દઇએ કે, આ પહેલા રૂબિના અને અભિનવ ચંડીગઢમાં હતા. ચંડીગઢમાં કપલે “તુમસે પ્યાર હે” મ્યુઝિલ વીડિયો શૂટ કર્યો. આ ગીત રીલિઝ થઇ ચૂક્યુ છે. જેને લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. રૂબિના અને અભિનવ “બિગબોસ 14″માં એકસાથે જોવા મળ્યા હતા. જયાં બંને વચ્ચે ઘણો પ્રેમ જોવા મળ્યો.

રૂબિના દિલૈક અને અભિનવ શુક્લા ટીવી ઇન્ડસ્ટ્રીના મોસ્ટ ફેવરેટ કપલ્સમાંના એક છે. બિગબોસમાં 14માં આ સ્ટાર કપલને જોઇ બધાની આંખો નમ થઇ ગઇ હતી તો કયારેક તેમના વચ્ચે પ્રેમ અને ક્યુટનેસ જોઇ લોકો Awww કહેવાથી પણ પોતાને રોકી શક્યા ન હતા.

બિગબોસ બાદ બંનેનો સંબંધ ઘણો સ્ટ્રોંગ થઇ ગયો છે. ચાહકોને કપલ ગોલ્સ આપનાર આ જોડી આ દિવસોમાં ગોવામાં એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેંડ કરી રહ્યા છે. રૂબિના અને અભિનવની તસવીરોમાં બંને વચ્ચેની બોન્ડિંગ અને કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. ચાહકોને પણ કપલની સિઝલિંગ કેમેસ્ટ્રી પસંદ આવી રહી છે.

રૂબિના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, તે ઘણીવાર તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. રૂબિનાની ઇન્સ્ટાગ્રામ રીલ્સને પણ ચાહકો ખૂબ પસંદ કરે છે. રૂબિનાની રીલ્સ ઇન્સ્ટાગ્રામ પર છવાઇ જાય છે. તે ઘણીવાર ચાહકો સાથે લાઇવ આવી વાત પણ કરે છે.

તમને જણાવી દઇએ કે, રૂબિનાએ 21 જૂન 2018ના રોજ અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરોએ ઇન્ટરનેટ પર ખૂબ ધમાલ મચાવી હતી. રૂબિના આ દિવસોમાં શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી શોમાં સૌમ્યાનું પાત્ર નિભાવી રહી હતી, જો કે હવે શો ઓફ એર થઇ ગયો છે. આટલું જ નહિ તે હિતેન તેજવાની અને રાજપાલ યાદવ સાથે પોતાનું બોલિવુડ ડેબ્યુ પણ કરવા જઇ રહી છે.

ટીવી ઇન્ડસ્ટ્રીમાં જયારથી રૂબિના દિલૈક “બિગબોસ 14″ની ટ્રોફી જીતી છે, ત્યારથી તેની કિસ્મત તો જાણે કે બદલાઇ ગઇ છે. કયાં તે તેના પારિવારિક જીવનમાં સ્ટ્રગલ કરતી હતી અને કયાં હવે તે પતિ સાથે ખૂબસુરત બોન્ડિંગ શેર કરી રહી છે. અભિનેત્રીની પર્સનલ લાઇફમાં પણ ઘણુ પોઝિટિવ થઇ ગયુ છે. તે ફિટનેસ ફ્રીક થઇ ગઇ છે. તે ઉપરાંત અભિનેત્રી સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી ચાહકોને સરપ્રાઇઝ આપતી રહે છે.

રૂબિનાનું નામ ટીવીની પોપ્યુલર અભિનેત્રીઓમાંનુ એક છે. ‘છોટી બહુ’ અને ‘શક્તિ : અસ્તિત્વ કે અહેસાસ કી’માં કામ કરીને અભિનેત્રી ઘરે ઘરે ફેમસ થઇ ગઇ છે. ત્યાં જ “બિગબોસ 14” વિનર બન્યા બાદ તેની પોપ્યુલારિટીમાં તો ચાર ચાંદ લાગી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

Shah Jina