ખબર

જો તમારો RT-PCR ટેસ્ટ આવે છે નેગેટિવ અને કોઇ લક્ષણો છે તો શુ કરવું જોઇએ, જાણો

ઘણી વાર RT PCR રિપોર્ટમાં કોરોના પકડાતો નથી, તો શું કરવું? જલ્દી વાંચો AIIMS ના ડાયરેક્ટરની આ વાત

હાલ સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે જે ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે. કોરોનાના આ કહેર વચ્ચે દર્દીઓની સંખ્યા વધી રહી છે તેનું એક કારણ છે કે કોરોનાના નવા સ્ટ્રેનમાં દર્દીને લક્ષણો હોય છતાં જો તેનો RT-PCR કરાવવામાં આવે તો તેમાં કોરોનાની પુષ્ટિ થતી નથી અને રિપોર્ટ નેગેટિવ આવે છે.

કોરોનાનો નવો સ્ટ્રેન કોવિડના RTPCR ટેસ્ટને પણ માત આપી રહ્યો છે. અનેક કેસમાં લક્ષણો હોવા છતા રિપોર્ટ નેગેટિવ જોવા મળે છે. આ અંગે કોવિડ-19 ટાસ્ક ફોર્સના સભ્ય અને AIIMS નિદેશક ડૉ.ગુલેરિયાએ જણાવ્યું કે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ જે લોકોમાં કોરોનાના લક્ષણ જોવા મળે છે, તેમનો ઈલાજ પ્રોટોકોલ હેઠળ થવો જોઈએ. કોવિડનો નવો સ્ટ્રેન અત્યંત સંક્રમક છે. જો કોઈ વ્યક્તિ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં 1 મિનિટ માટે પણ આવે તો તે અન્ય વ્યક્તિને સંક્રમિત કરે છે.

ડો. ગુલેરિયા કહે છે કે કોરોના કેસની વધતી સંખ્યાને કારણે ટેસ્ટના રિપોર્ટ આવવામાં વાર લાગી રહી છે. કોરોનામાં સ્વાદ અને સ્મેલ ન આવવી, થાક લાગવો, તાવ આવવો, ઠંડી લાગવી, એસિડીટી કે ગેસની તકલીફ થવી, ગળામાં ખરાશ જેવા લક્ષણો જોવા મળે છે.

જે દર્દીમાં કોરોનાના લક્ષણો દેખાય શ્વાસ લેવામાં તકલીફ્ અનુભવાય તો સૌથી પહેલા તેણે પોતાને આઇસોલેટ કરી અને ઓક્સિજન લેવલની તપાસ કરતાં રહેવું જોઇએ જેથી જોખમ ટાળી શકાય અને બે થી ત્રણ દિવસ બાદ RT-PCR ટેસ્ટ કરાવવો જોઇએ અને જો આટલું કર્યા છતાં રિપોર્ટ નેગેટિવ આવે તો ડોકટરની સલાહ અનુસાર સીટી સ્કેન કરાવવો જોઇએ અને સારવાર શરૃ કરવી જોઇએ.