ગુજરાત બહારથી આવવાના હોય તો થઇ જાવ સાવધાન, સરકાર દ્વારા કરવામાં આવ્યો આ કડક નિયમ

ગુજરાતમાં કોરોનાનું સંક્ર્મણ સતત વધી રહ્યું છે, ત્યારે તેને રોકવા માટે સરકાર દ્વારા પણ કેટલાક પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે. ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપની દ્વારા રાત્રી કર્ફ્યુમાં વધારો કરી દેવામાં આવ્યો તો બીજા 7 શહેરોને પણ આવરી લઈને હવે કુલ 36 શહેરોમાં રાત્રી કર્ફયુ રહેશે. જે 12 મે સુધી લાગુ રહેશે.

ત્યારે આ બધા વચ્ચે હવે  ગુજરાત બહારથી આવતા  લોકો માટે પણ સરકાર દ્વારા કડક નિયમ બનાવવામાં આવ્યો છે. ગુજરાતની અંદર અન્ય રાજ્યમાંથી આવી રાજ્યમાં પ્રવેશ માટે તમામ લોકો માટે આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત કરાયો છે.

અમદાવાદ વાસીઓ માટે RTPCR રિપોર્ટમાંથી તંત્રે જે રાહત 5 એપ્રિલે આપી હતી તે નિર્યણને એએમસી દ્વારા રદ કરાયો છે. હવે ગુજરાત બહારથી આવતા તમામ લોકોને છેલ્લા 72 કલાકની અંદર કરાવેલો RTPCR રિપોર્ટ ફરજિયાત બતાવવો પડશે.

Niraj Patel