ખબર

સમગ્ર રાજ્યમાં 4 જૂનથી RTO ધમધમશે, પરંતુ રાખવું પડશે આ ધ્યાન- જલ્દી વાંચો પાછળથી ધક્કો ના થાય

હાલ રાજ્યમાં અનલોક 1.0 ચાલી રહ્યું છે. અનલોક 1.0માં રાજ્યમાં ઘણી છૂટછાટો આપવામાં આવી છે. આ છૂટછાટો ત્રણ તબક્કામાં આપવામાં આવશે. ત્યારે આ વચ્ચે વધુ એક છૂટછાટો આપવામાં આવી છે.

અમદાવાદ સહિત ગુજરાતની આરટીઓ કચેરીઓ તારીખ 4 જૂનથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે. લાઇસન્સ સબંધીત કામગીરી માટે ઓન લાઇન એપાઇન્ટમેન્ટ લેનાર અરજદારે ફરજિયાત હાજર રહેવું પડશે. જો અરજદાર જો ગેરહાજર રહેશે તો અરજદારે ફરીવાર અપોઇમેન્ટ લેવાની રહેશે.

Image source

ઉપરાંત લર્નિંગ લાયસન્સની મુદત પુરી થઇ હોય તેવા કિસ્સામાં તા. 21-03-2020 થી તા.31-07-2020 સુધી જે અરજદારો લાઇસન્સની સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તેવા અરજદારો આગામી તા.31-07-2020 સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે. જેના માટે કોઇ વધારાની ફી અરજદારે ભરવાની રહેશે નહી. આ સાથે શનિવાર તથા રવિવારે સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ડ્રાઇવિગ ટેસ્ટ આપી શકાશે.

જણાવી દઈએ કે, કોરાનાની મહામારીના કારણે છેલ્લા બે મહિનાાથી આરટીઓ કચેરી બંધ હતી. આરટીઓ કચેરી બહાર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ગોળ સર્કલ બનાવીને લાઇનમાં નંબર પ્રમાણે કામગીરી કરવી તથા કર્મચારીઓ અને અરજદારો તમામે માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે.

Image source

કચેરીના પ્રવેશ વખતે અરજદારનું થર્મલ સ્ક્રિનીંગ કરવાનું રહેશે, અરજદારના શરીરનું તાપમાન વધારે જણાય તો કચેરીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. કોઈ કર્મચારી કે અધિકારી સમક્ષ અરજદાર ઉપસ્થિત થાય ત્યારે એક મીટરની મર્યાદામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે.

Image source

જે શહેરો કે મગરપાલિકા વિસ્તારના કન્ટેઈનમેન્ટ વિસ્તાર અને કોવિડના ક્વોરન્ટીન સેન્ટર જાહેર કર્યા હોય તેવી ITI ખાતે અપોઈન્ટમેન્ટ મળશે નહીં અને લર્નિંગ લાયસન્સની કામગીરી પણ થશે નહીં.અરજદારનું થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.