એક દિવસના 40 હજાર રૂપિયાના ભાડે ફરતી હતી ટાટા સુમોમાંથી બનાવેલી લિમોઝીન કાર, RTOએ પકડતા આંટા આવી ગયા

આજના સમયમાં મોડીફાઇડ કારનું ચલણ ખુબ જ વધારે ચાલી રહ્યું છે, લગ્નમાં પણ શાહી અંદાજ બતાવવા માટે મોડીફાઇડ કાર લોકો લાવતા હોય છે અને તેમાં પણ વિદેશી કંપની લિમોઝીન કારની ડિમાન્ડ ખુબ જ છે.

ઘણા લોકો લિમોઝીન કાર મોડીફાઇડ કરાવીને બનાવતા હોય છે. હાલ એવી જ કારને RTO દ્વારા જપ્ત કરવામાં આવી છે, જેને ટાટા સુમોમાંથી મોડીફાઇડ કરીને બનાવવામાં આવી હતી. આ કારનું એક દિવસનું ભાડું જ 40 હજાર જેવું રાખવામાં આવ્યું હતું.

લગ્નમાં ભાડે આપવામાં આવતી આ કાર આધુનિક સુવિધાઓથી સજ્જ હતી. જેમાં વૈભવી સોફા, ટીવી અને ક્રોકરી સહિતની લઝરીયર્સ સિવિધા આપવામાં આવતી હતી.

ત્યારે અમદાવાદ આરટીઓ દ્વારા રોડ ઉપર ચેકીંગ ચાલતું હતું તે દરમિયાન જ સાણંદમાંથી આ મોડીફાઇડ લીમોઝિન કાર જપ્ત કરવામાં આવી છે. આરટીઓના નિયમ પ્રમાણે કોઈ વાહનને મોડીફાઇડ કરી ન શકાય.

આરટીઓ દ્વારા જપ્ત કરવામાં આવેલી આ કારને આરટીઓ ઈસ્પેક્ટર દ્વારા ડિટેઇન કરીને અમદાવાદ આરટીઓ કચેરી લઈ આવવામાં આવી છે. ત્યારે એ પણ સામે આવ્યું છે કે આ કારનું કોઈપણ આરીટીઓમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું નહોતું.

આ મોડીફાઇડ લિમોઝીન કાર પંજાબ પારસીંગ છે. જેનો નંબર 10 CY 3300 છે સાથે આ કારની આગળ ઓડી કારનો સિમ્બોલ લગાવવામાં આવ્યો છે. પરંતુ મૂળ આ કર ટાટા સુમો છે જેને મોડીફાઇડ કરીને લિમોઝીન બનાવવામાં આવી છે.

Niraj Patel