બેશરમ રંગ ગીતને લઇને હિંદુ બાદ હવે મુસ્લિમ સમુદાયે પણ બાયો ચઢાવી, જુઓ શું ચાલી રહ્યું છે

હિન્દુ પછી મુસ્લિમ સમુદાયે પઠાણનો વિરોધ કર્યો, જુઓ શું ચાલી રહ્યું છે

જ્યાં પઠાણના બેશરમ રંગને ભગવો કરાર આપી ઘણા હિંદુ સંગઠન ક્રોધિત છે, ત્યાં આ રંગને લઇને હવે વધુ એક મામલો સામે આવ્યો છે. હવે એક મુસ્લિમ RTI એક્ટિવિસ્ટે આ રંગને ચિશ્તી રંગ ગણાવ્યો છે. RTI એક્ટિવિસ્ટ દાનિશ ખાને આને લઇને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં પણ ફરિયાદ દાખલ કરાવી દીધી છે. દાનિશ ખાને દીપિકાના પહેરવેશને લઇને કહ્યુ કે, જે રંગના કપડા દીપિકાએ પહેર્યા છે તે ચિશ્તી રંગ છે. આ રંગ મુસ્લિમ સમાજમાં પણ ઘણો મહત્વનો છે. દાનિશે NHRCને જણાવ્યુ કે,

લોકો જેને ભગવો રંગ કહી રહ્યા છે તે મુસ્લિમ સમુદાય માટે એક મહત્વપૂર્ણ રંગ છે, તે મુસ્લિમ સમુદાયનો ચિશ્તી રંગ પણ છે. દાનિશ ખાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, નાના-મોટા દરેક ધર્મના લોકો હિંદ બાદશાહ ખ્વાજા ગરીબ નવાઝને વંદન કરે છે, આ ચિશ્તીનો રંગ તેમનો પોતાનો છે, આ રંગને કેસરીનું સન્માન મળવું જોઈએ. દાનિશ ખાન કહે છે કે પઠાણનું હિટ ગીત બેશરમ રંગ પહેલી નજરે હિંદુઓ અને મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.

આ સાથે દાનિશે માંગ ઉઠાવી છે કે સેન્સર બોર્ડે આ ગીતને ફિલ્મમાંથી જલદીથી દૂર કરવું જોઈએ. જણાવી દઇએ કે, પઠાણનું ગીત બેશરમ રંગ તાજેતરમાં જ રિલીઝ થયું છે. આ ગીતમાં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકી પહેરી છે. આવી સ્થિતિમાં દેશના ઘણા ભાગોમાં આ ગીતનો વિરોધ થઈ રહ્યો છે. કેટલાક લોકો આ ફિલ્મ અને ગીત પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે. વિરોધીઓનું કહેવું છે કે ભગવો રંગ હિંદુ ધર્મનું પ્રતિક છે

અને દીપિકા આ ​​રંગ પહેરીને બેશરમ રંગ ગીતમાં અશ્લીલ ડાન્સ કરી રહી છે જે તદ્દન વાંધાજનક છે. તેઓ માને છે કે બિકી માટે ભગવા જેવા પવિત્ર રંગનો ઉપયોગ સ્વીકારવામાં આવશે નહીં. શાહરૂખ ખાન-દીપિકા પાદુકોણના પઠાણને લઈને ઘણા રાજ્યોમાં વિરોધ શરૂ થઈ ગયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં દેખાવો થઈ રહ્યા છે. બિહારના મુઝફ્ફરપુરમાં, શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સહિત પાંચ લોકો પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા

અને અશ્લીલતા ફેલાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. છત્તીસગઢમાં શિવસૈનિકોએ ફિલ્મમાંથી બેશરમ રંગ ગીતને હટાવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જો આમ નહીં કરવામાં આવે તો ફિલ્મને છત્તીસગઢમાં રિલીઝ થવા દેવામાં આવશે નહીં. યુપીના મથુરામાં હિન્દુ મહાસભા ફિલ્મનો વિરોધ કરી રહી છે.

Shah Jina